તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોલોજી:શિક્ષણના મોડેલને ટેકનોલોજીથી આધુનિક એકમમાં પરિવર્તિત કરાયું

આણંદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદ ફાર્મસી કૉલેજ દ્વારા ઈ-ફેકલ્ટી ડેવેલોમેન્ટ પ્રોગ્રામ

કોરોનાની વર્તમાન પરિસ્થિતિએ ચોક-ટોકનાં પરંપરિત શિક્ષણના મોડેલને ટેકનોલોજીથી ચાલતા આધુનિક એકમમાં પરિવર્તિત કર્યું છે. પરીણામે લોકડાઉનની સ્થિતિમાં આપણે આ કાર્યક્રમથી કનેકટ થઈ શકયા છે.તેમ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી અને આણંદ ફાર્મસી કોલેજ ના સંયુક્ત ઉપક્રમે Redefining the role of Educator in COVID-19 Outbreak ERAના શીર્ષક હેઠળ યોજાયેલ ઈ-FDP  કાર્યક્રમમાં  શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવતાં બંને સંસ્થાના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. ઉદઘાટન પ્રસંગે GTU વાઈસ ચાન્સેલર ડો. નવીન શેઠ, ડો. આર. કે .ગોયલ DIPSAR University, New Delhi, શ્રી રામકૃષ્ણ સેવા મંડળ ના પ્રમુખ  હેમંતભાઈ પટેલ અને માનદ મંત્રી  જ્યોત્સનાબેન કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડો. આર. કે .ગોયલે જણાવ્યું કે, જીટીયુ અને આણંદ ફાર્મસી કોલેજ ધ્વારા આ ઈ- ફેકલ્ટી ડેવેલોપમેન્ટ પ્રોગ્રામ યોજવા માટે બંને સંસ્થાના વડાઓ અને તેમની ટીમને વિશેષ અભિનંદન પાઠવું છું. શ્રી રામકૃષ્ણ સેવા મંડળના માનદ મંત્રી  જ્યોત્સનાબેન કે. પટેલે સ્વાગત પ્રવચન માં કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો