તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:પેટ્રોલપંપ પર કર્મીઓની આરોગ્યની તપાસ કરાઈ, ગેસ એજન્સીઓને સેનેટાઈઝ કરવામાં આવી

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જાહેર જનતાના હિત તથા સૌના અારોગ્યને ધ્યાનમાં લઈને જિલ્લાના તમામ પેટ્રોલપંપ,અને ગેસ એજન્સી ગોડાઉન ઉપર ફરજ ઉપરના કર્મચારી કામદારોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં તથા ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેસની બોટલો ઉપર દવા છંટકાવ કરીને  સેનેટાઇઝેશનની પ્રક્રિયા હાથે ધરવામાં આવી છે. આણંદ જિલ્લામાં કુલ 132 જેટલા પેટ્રોલ પંપ કાર્યરત છે.  જિલ્લાભરની ગેસ એજન્સી સહિત તમામ કામદાર અને કર્મચારીઓનું આરોગ્ય જળવાઈ રહે તેમજ પેટ્રોલ મેળવવા આવતા નાગરિકોના   આરોગ્યની કાળજી લેવાય તે માટે આ કામગીરીનો પ્રારંભ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો