તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:સરકારના આર્થિક પેકેજથી નાના ઉદ્યોગોને હવે વેગ મળશે

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદ જિલ્લાના જાણીતા ઉદ્યોગપતિઓએ પોતાના વિચારો રજૂ કર્યા

લોકડાઉન 45 દિવસમાં  ઉદ્યોગ સહિત વેપારધંધાને ભારે નુકશાન થયું છે. જેને કારણે દેશની આર્થિક  સ્થિતી  નબળી  પડી છે. ત્યારે દેશના અર્થતંત્રને ધમધમતુ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર  કરવામાં આવતા ઉદ્યોગપતિ સહિત નાના વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. પેકેજથી 6 માસમાં  આર્થિક પરિસ્થિતી  મજબૂત થશે. ખાસ કરીને પડી ભાગવાના આરે ઉભેલા ઉદ્યોગને જીવંત રાખવા માટે  પેકેજમાં  વિશેષ ભાર આપ્યો છે. તેમજ નાના વેપારી, ફેરિયા, પરપ્રાંતિયો મંજૂરો અને ખેડૂતો સ્ટ્રીટ વેન્ડર સહિતના લોકોને ધ્યાને રાખીને આર્થિક પેેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
નાના લધુ ઉદ્યોગોને ઉગારી  લે તેવુ આર્થિક પેકેજ જાહેર કરાયુ
લોકડાઉન પગલે ઉભી થયેલી આર્થિક મંદીમાં દેશને બહાર કાઢવા માટે  વડાપ્રધાને જાહેર કરેલુ  આર્થિક પેકેજ  નાના અને લઘુ ઉદ્યોગો માટે  ફાયદા કારક રહેશે,સરકારમાંથી મળવાપાત્ર રીફંટની ઝડપી પતાવટ કરીને  ઉદ્યોગોને પુન: ધમધમતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.તેમજ ઉદ્યોગોને ગેરંટી વગરની  અને વ્યાજમાં રાહત વાળી લોન,ટેક્ષ પેમેન્ટમાં રાહત  વગેરે ફાયદા કારક રહેશે. સરકારે  ઉદ્યોગોને  બેઠા કરવા માટે જાહેર કરેલ આર્થિક પેકેજ લાભદાયક છે. > રોહિત પટેલ,પૂર્વ મંત્રી, ઉદ્યોગપતિ આણંદ
દેશના અર્થતંત્રને  મજબૂત  કરવા જાહેર કરેલું આર્થિક પેકેજ લાભ કર્તા
 બુધવારે 20 લાખ કરોડના રાહત પેકેજના જેમાં ઉદ્યોગો,  નાના વેપારી, ફેરિયા, પરપ્રાંતીય મજૂરો, ખેડૂતો, સ્ટ્રીટ વેન્ડરને રાહત આપીને  ભારતીય અર્થતંત્રને ધમધમતુ કરવાનો પ્રયાસ કર્યો છે.ખાસ કરીને  ઘરેલુ ઉદ્યોગોને પ્રાધાન્ય આપવા માટે સ્પેશીયલ પેેકેજ જાહેર કર્યું છે.તે  ફાયદા કારક નીવડશે, દેશમાં રહેલા 50 લાખ ફેરિયાઓ માટે 5000 કરોડની સ્પેશ્યલ ક્રેડિટ ફેસિલિટી આપવામાં આવશે. ફરીથી ધંધો શરુ કરવા માટે 10000 સુધીની રકમ આપવામાં આવશે. >  મિતેશ પટેલ સાંસદ ,ઉદ્યોગ પતિ આણંદ
આર્થીક પેકેજ ઘરેલુ ઉત્પાદન કરતાં ઉદ્યોગ માટે ફાયદા કારક નિવડશે
20 લાખ કરોડોના  પેકેજ  ફાયદાકારક સાબિત થશે, MSNE ઉદ્યોગો, લઘુઉદ્યોગો અને ઘરેલુ ઉત્પાદન કરતાં ઉદ્યોગ માટે  આર્થિક પેકેજ  સૌથી વધુ  લાભ દાયક રહેશે. MSNE ના  લગભગ 45 લાખ એકમોને  મોટો ફાયદો થશે.હવે 200 કરોડ સુધીના પ્રોજેકટમાં ગ્લોબલ ટેન્ટર બહાર નહીં પડાય. આથી  ઘરેલુ ઉત્પાદન કરતા MSNE  અને મોટાઉદ્યોગોને આવનારા વર્ષોમાં મોટો ફાયદો થશે. > કલ્પેશ શાહ,  ઉદ્યોગપતિ નેશનલ  પેઇન્ટસ ઇન્ડસ્ટ્રીઝ વિદ્યાનગર
જાહેર કરેલ પેકેજ   ઉદ્યોગો માટે લાભ કરતાં  સાબિત થશે
લોકડાઉનમાં ઉદ્યોગોને ઘણું નુકશાન થયું છે. જો કે સરકાર દ્વારા જાહેર કરવામાં  આર્થિક પેકેજને ઉદ્યોગોને  આવરી લેવામાં આવ્યા છે.જેમાં માઇક્રો  ઇન્ટસ્ટ્રીઝ,સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને મીડિયમ ઇન્ટસ્ટ્રીઝ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે. તેમજ  કોઇ પણ ગેરેન્ટી વગર લોન આપવાની જાહેરાત કરી છે. જેથી નાનાઉદ્યોગોકારોને ફાયદો થશે.તેનો લાભ શ્રમિકો સુધી પહોંચે. જો કે, આવનાર સમયમાં તેનો અમલ કેવી રીતે થાય છે તેની પર આધાર છે. > પરેશ શાહ, જનરલ સેક્રેટરી, વિઠ્ઠલ ઉદ્યોગનગર એશોસિએશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો