તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ઇફેક્ટ:એસપી યુનિ.ના વિદ્યાર્થીઓ લોકડાઉનમાં પણ પૈસા કમાઈ રહ્યાં છે

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉનમાં મૂળ મહારાષ્ટ્રના ચાર વિદ્યાર્થીઓ પોતાના ઘરે જઈ શક્યા નથી, પણ સમયનો સદઉપયોગ કરી કમાણી કરી રહ્યા છે

લોકડાઉન 1 અને 2 મોટાભાગના કેટલાંય લોકો માટે કંટાળાજનક, બોજારૂપ બન્યું હશે. પરંતુ વલ્લ‌ભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં સ્ટેટેસ્ટીક્સનો અભ્યાસ કરતા મૂળ મહારાષ્ટ્રના ચાર વિદ્યાર્થીઓ માટે લોકડાઉન ફાયદેમંદ સાબિત થઈ રહ્યું છે. સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું એ પછી યુનિવર્સિટીની હોસ્ટેલમાં 35 જેટલાં વિદ્યાર્થીઓને ફરજીયાતપણે હોસ્ટેલમાં રહેવું પડ્યું છે. ત્યારે આ સમયગાળા દરમિયાન આગામી સત્રની ફીના ખર્ચા સહિત તેમનો અન્ય ખર્ચ પરિવારજનો માટે બોજારૂપ સાબિત ન થાય તે માટે તેમામ વિદ્યાર્થીઓ અમેરિકા સહિત અન્ય વિદેશી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું ઓનલાઈન નિરાકરણ લાવી પ્રતિ પ્રશ્ન દીઠ રૂપિયા 130થી 157 રૂપિયા કમાઈ રહ્યા  છે. ચેગ ડોટ કોમ (Chegg.com) નામની ઓનલાઈન યુએસ સ્થિત કંપની છે. જેમાં યુનિવર્સિટીમાં ભણી રહેલા આનંદ કલાન્ગે, અક્ષય કચાવે, શ્રૈયશ દેશમુખ અને મૃણાલ દુસાણે સબ્જેક્ટ મેટર એક્સપર્ટ તરીકે કામ કરી રહ્યા છે. આ કંપનીની એવી વેબસાઈટ છે કે જેના પર દુનિયામાંથી ભણી રહેલા વિદ્યાર્થીઓ તેમના વિષયને લગતા પ્રશ્નો આ વેબસાઈટ પર મૂકે છે. જેનો જવાબ જે તે વિષયના નિષ્ણાંત વિદ્યાર્થીઓ આપતા હોય છે. અત્યાર સુધી આનંદ કલાન્ગેએ 112, અક્ષયે 60, શ્રૈયશ અને મૃણાલ દ્વારા 55-55 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા. જેના તેમના પૈસા મળે છે. આમ, તમામ વિદ્યાર્થીઓએ લોકડાઉનના એક મહિના દરમિયાન ઓછામાં ઓછા દસથી બાર હજાર રૂપિયા કમાયા છે.

ફૂલ ટાઈમમાં 40થી50 હજારથી વધુ કમાવી શકાય
આમ જોવા જઈએ તો આ એક ઓપન પ્લેટફોર્મ છે. તેમાં બે ટેસ્ટ આપ્યા બાદ પાસ થનારા વિદ્યાર્થીને લોગઈન આઈડી અને પાસવર્ડ આપવામાં આવે છે. દિવસમાં તમે ઈચ્છો તેટલા સવાલના જવાબ ઓનલાઈન લખીને કે પછી કોરા કાગળ પર જવાબ લખી તેના ફોટા પાડીને આપી શકો છો. કોઈ વ્યક્તિ પાસે નોકરી ન હોય પરંતુ તે કોઈ એક વિષયનો નિષ્ણાંત હોય તો વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપીને મહિને 40થી 50 હજાર સરળતાથીકમાઈ શકે છે. > આનંદ કલાન્ગે, વિદ્યાર્થી.

ખોટા જવાબ આપનારનું આઈડી બ્લોક કરાય છે
શિક્ષણ માટેની આ અમેરિકન સ્થિત વેબસાઈટ છે. જેના પર કોઈ પણ વ્યક્તિ તેને અનુકૂળ પ્રશ્નોના જવાબ આપી શકે છે.  અમે આપેલા જવાબનું નિષ્ણાંતની ટીમ દ્વારા વેરીફિકેશન કરાય છે. જો કોઈ પ્રશ્નના જવાબ ખોટા હોય અને પ્રશ્ન પૂછવામાં આવેલા વિદ્યાર્થીઓ અને અન્ય મોટાભાગના વિદ્યાર્થીઓ દ્વારા તે નાપસંદ કરવામાં આવે તો તેવા કિસ્સામાં જે તે વિદ્યાર્થીઓનું આઈડી બ્લોક પણ કરી દેવામાં આવે છે. > શ્રૈયસ દેશમુખ, વિદ્યાર્થી.

ઘરથી પૈસા માંગવાનો કોઈ ચાન્સ જ રહેતો નથી
હાલમાં લોકડાઉન છે અને અમે લોકો ઈન્ટરનેટ અને ફ્રી સમયનો સારામાં સારો ઉપયોગ કરી રહ્યા છે. અત્યારે ઘરેથી પૈસા માંગવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. આ રીતે ઓનલાઈન વિદેશી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવીને અમે અત્યારથી જ અમારા ખર્ચા કાઢી રહ્યા છે. > મૃણાલ દુસાણે, વિદ્યાર્થી

નિરાકરણ લાવતા અમારુ રિવિઝન પણ થઈ જાય છે
મોટાભાગના પ્રશ્નો રાત્રિના સમયે પૂછવામાં આવે છે. અત્યારે લોકડાઉન છે એટલે અમે દિવસના ઊંધી રહીએ છીએ અને રાત્રે જાગીને બે કલાકની અંદર પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપીએ છીએ.  આમ, સાથે પૈસા તો કમાઈએ જ છીએ ઉપરાંત વિષયોનું રીવીઝન પણ થઈ જાય છે. > અક્ષય કચાવે, વિદ્યાર્થી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો