આણંદ પાસેના ચીખોદરા ચોકડી સ્થિત કપાસ તેલનું ઉત્પાદન કરતી જીનના ગોડાઉનમાં બુધવારે રાત્રિના શોર્ટસર્કીટ થતા પ્રચંડ આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતા સ્થાનિકો તુરંત જ આગ બુઝાવવા માટે દોડી આવ્યા હતા. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય આગ કાબુમાં આવી નહોતી. બનાવની જાણ થતા આણંદ ફાયરબ્રિગેડ ટીમો ચાર બાઉઝર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેઓએ સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. 80 હજાર લીટર ઉપરાંત પાણીના વપરાશ બાદ આખરે આગ કાબુમાં આવી હતી.
આ બનાવને પગલે જીનની રો-મટીરીયલ્સની મશીનરી, દિવાલ સહિત શટરોને ભારે નુકશાન થયું હતું. સદનસીબે, આગ રાત્રિના લાગી હોય અને હાલમા લોકડાઉનને લીધે કોઈ કામદારો ફેક્ટરીમાં હાજર ન હોય કોઈ જાનહાનિ થઈ નહોતી. ફાયરબ્રિગેડના સુપ્રિટેન્ડન્ટ ધર્મેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે, જીનમાં આગ અોલવવાના સાધનો અપૂરતા જોવા મળ્યા હતા. પૂરતા પ્રમાણમાં આગ ઓલવવાના સાધનો હોત તો આગ વધુ પ્રસરી ન હોત. લોકડાઉન પૂર્ણ થતાં ફાયર સેફ્ટી બાબતે જીનમાં તપાસ કરી નોટીસ આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.