તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વઘાસીમાં નશીલી દવા સાથે ઝડપાયેલો શખ્સ જેલ હવાલે

આણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસ પહેલાં દવાનો જથ્થો કબ્જે કરાયો હતો

આણંદ પાસેના વઘાસી ગામ સ્થિત પાતળોપુરામાંથી આણંદ એસઓજીએ બાતમીના આધારે દરોડો પાડીને નશીલી દવા સાથે ગોપાલ ઉર્ફે બબુ પ્રભાત વાઘેલાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ઘરમાંથી મીણીયા કોથળામાંથી રૂપિયા 52 હજારનો મુદૃામાલ કબ્જે કર્યો હતો. શખ્સને આણંદ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે, રિમાન્ડ દરમિયાન શખ્સ પાસેથી પોલીસ કાંઈ ખાસ બોલાવી શકી નહોતી. દરમિયાન તેના એક દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને આણંદ સબ જેલમાં મોકલવાનો આદેશ કરાયો હતો. ગોપાલના ઘરમાંથી પલંગ નીચે બે મીણીયાના કોથળા મળ્યા હતા. કોથળામાં નશીલા દ્રવ્યો કોડીફાઈન સીરપની 160 બોટલો તેમજ રેકસ્ટોન સીરપની 225 બોટલો મળી આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, દવાની એક બોટલ પીવાથી તેનો નશો એક બિયર જેવો થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો