તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઘોરામાં પત્ની સાથેના આડા સંબંધના વ્હેમમાં માર માર્યો, ઉમરેઠ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉમરેઠમાં બે દિવસ અગાઉ પત્ની સાથેના આડા સંબંધના વ્હેમમાં માર મારતા સમગ્ર મામલો ઉમરેઠ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઉમરેઠના ઘોરા પ્રાથમિક શાળા પાસે રહેતા હરપાલસિંહ મહીડાએ ઉમરેઠ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના કાકા અશોકસિંહ મહીડા ઘોરા પ્રાથમિક શાળા પાસે બેઠા હતા. દરમિયાન એ સમયે ગામમાં રહેતો નિકુલસિંહ મહીડા તેમની પાસે આવ્યો હતો અને તેણે અશોકસિંહને તું મારી પત્ની સાથે કેમ આડો સંબંધ રાખે છે તેમ કહી કોદાળીના લાકડાનો હાથો મારી દીધો હતો. જેને પગલે તેમને કપાળના ભાગે ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે લોકોના ટોળાં એકઠાં થતાં જતાં-જતાં તે આજે તો તુ બચી ગયો છે, ફરી જાનથી મારી નાંખીશ તેમ ધમકી આપી જતો રહ્યો હતો. ઉમરેઠ પોલીસે શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો