તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:50થી વધુ પરપ્રાંતિયોના છેલ્લા 5 દિવસથી વતન જવાધક્કા

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુસાફરો વધી જતાં બીજી ટ્રેનમાં મોકલાશે તેમ કહી પરત કાઢયા

આણંદ જિલ્લા વહીવટી તંત્ર લોકડાઉનમાં ફસાયેલા યુપીના  પરપ્રાંતિયો માટે. ગત  9મી મેના રોજ  ટ્રેન મુકવામાં આવી હતી.જેમાં  1200 મુસાફરોને લઇને  જવામાં આવ્યા હતા.જેમાં 50થી વધુ પરપ્રાંતિયો નોંધણી કરાવી હોવા છતાં ટ્રેનમાં જગ્યા ન હોવાથી  તંત્ર દ્વારા બીજી ટ્રેનમાં વ્યવસ્થા કરીને મોકલવામાં આવશે. તેમજ જણાવ્યું હતું .તે વાતને 5 દિવસ થયા છતાં તેઓ માટે  કોઇ વ્યવસ્થા ન કરતાં પરપ્રાંતિયો  મુશ્કેલીમાં મુકાયા છે. પરપ્રાંતિયો વતન મોકલવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  ઓનલાઇન નોંધણી કરીને ટ્રેન મારફતે મોકલવામાં આવી રહ્યાં છે.આણંદ,વિદ્યાનગર,ખંભાત ગ્રામ્ય વિસ્તાર અને બોરસદ સહિતના યુપીના પરપ્રાંતિયો નોંધણી કરાવી હતી.તંત્ર દ્વારા તેઓને મોકલવા માટે વ્યવસ્થા કરીને ટીકીટ તથા મેડીકલ  તપાસ થઇ ગઇ હતી.તેઓ ટ્રેન માં બેસવા માટે પ્લેટફોર્મ પર ગયા હતા. પરંતુ યુપીની ટ્રેનમાં 1200 મુસાફર થયા ગયા હતા.જેથી  તેઓને ટ્રેનમાં બેસવા  દીધા ન હતા.અધિકારીઓ જણાવ્યું હતું કે, તમારી વ્યવસ્થા હવે પછીની ટ્રેનમાં કરવામાં આવશે.તેથી 50થી વધુ શ્રમિકો છેલ્લા 5 દિવસથી રેલ્વે સ્ટેશન પર જઇને ટ્રેનમાં વતન જવા માટે ધકકાખાઇ છે.તેમ છતાં કોઇ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો