તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદની અમૂલ ડેરીમાં સ્ટુડન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આવેલી છત્તીસગઢની ચાર વિદ્યાર્થિનીઓ લોકડાઉનની જાહેરાત થતા ફસાઇ ગઇ હતી. દોઢ માસથી લોકડાઉન ખુલવાની રાહ જોઇ રહેલી યુવતીઓ પાસેથી નાણાં અને ચીજવસ્તુઓ ખૂટી પડતા પરિવારને જાણ કરી હતી. છત્તીસગઢથી અહીં ભાજપના પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલનો સંપર્ક કરતાં તેમને મોટરકાર, નાસ્તો, સિક્યુરીટી સહિતની સુવિધાઓ પૂરી પાડીને સોમવારે બપોરે છત્તીસગઢ જવા માટે રવાના કરી હતી. જેના કારણે ચારેય યુવતીઓએ પૂર્વ સાંસદ અને ગુજરાતના સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો.
અમૂલ ડેરીમાં ટ્રેનિંગ લેવા આવી હતી
છત્તીસગઢના બિલાસપુરમાં અટલ બિહારી વાજપેયી વિશ્વ વિદ્યાલયમાં ફ્રુડ પ્રોસેસીંગ એન્ડ ટેકનોલોજીનો અભ્યાસ કરતી છત્તીસગઢની ચાર વિદ્યાર્થિનીઓ જાન્યુઆરીમાં આણંદ આવી હતી. ત્યાં ત્રણ મહિના માટે અમૂલ ડેરીમાં સ્ટુડન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં તાલીમ લેવાની હતી. આ ટ્રેનિંગ માર્ચ માસમાં પૂરી થઇ હતી. તે પહેલા લોકડાઉનની જાહેરાત થતા ચાર વિદ્યાર્થિનીઓ આણંદમાં ફસાઇ ગઇ હતી. તે ચારેય અમૂલ ડેરી રોડ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં રોકાયેલી હતી.
દોઢ મહિનાથી જેમ-તેમ કરી ગુજરાન ચલાવ્યું
છત્તીસગઢના રાયગઢ જિલ્લાના જામગામની શ્વેતા પટેલ, બિલાસપુરની રહેવાસી શીનાપાલ, મગરપારાની રહેવાસી તૃપ્તિ યાદવ અને બિલાસપુરની ફામીયા ફીંઝા સાથે રહેતી હતી. લોકડાઉનને કારણે તેમની પાસેના નાણાં અને વિવિધ ચીજવસ્તુઓને કારણે તેઓ જાતે રસોઇ બનાવીને રહેતા હતા. લોકડાઉનને દોઢ મહિના સુધી ગુજરાન ચલાવ્યું હતું. પરંતુ આખરે તેમના માતા-પિતાને છત્તીસગઢ ફોન કરીને આપવીતી કહી હતી.
પૂર્વ સાંસદે તેમને મોકલવાની તમામ સુવિધા કરી આપી
આ ચારમાંથી શ્વેતા પટેલ અને તૃપ્તિ યાદવ હિન્દુ છે. જ્યારે શીના પાલ કિશ્ચિયન અને ફામીયા ફીંઝા મુસ્લીમ છે. આ જુદા-જુદા ધર્મો પાળતી યુવતીઓ સાથે મળીને રહેતી હતી. આ યુવતીઓના પરિવારજનોએ સ્થાનિક ભાજપના આગેવાનોનો સંપર્ક કરતા આણંદના પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલને જાણ કરવામાં આવી હતી. આ ચારેયનો સંપર્ક કરીને હૈયાધારણા અપાઇ હતી. ભાજપ યુવા મોરચાના પ્રમુખ જગતભાઈ પટેલે યુવતીઓને અમૂલ ડેરી રોડ પરથી સામાન લઇ ડી.ઝેડ હાઇસ્કૂલ પાછળ આવેલા ગોવર્ધન ફલેટ ખાતે લાવવામાં આવી હતી. માત્ર 24 કલાકમાં આ યુવતીઓને જવા માટેની જિલ્લા કલેકટર ઓફિસથી પરવાનગી, મેડિકલ સર્ટિફિકેટ જમવાની, નાસ્તાની, પાણી તથા મોટરકાર ડ્રાઈવર સહિત સિક્યોરીટી સાથેની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. સોમવારે બપોરે ત્રણ કલાકે મોટરકારથી તેમને છત્તીસગઢ રવાના કરાઇ હતી. આ પ્રસંગે આણંદના પૂર્વ સાંસદ દિલીપ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ જગતભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઇ ચાવડા, પૂર્વ પ્રમુખ વિજયભાઈ પટેલ, પ્રજ્ઞેશ પટેલ હાજર રહ્યા હતા.
યુવતીઓએ પૂર્વ સાંસદ સહિત તમામ ગુજરાતીઓનો આભાર માન્યો
છત્તીસગઢના બિલાસપુરની અટલ બિહારી વાજપેયી વિશ્વ વિદ્યાલયમાં ફ્રુડ પ્રોસેસીંગ એન્ડ ટેકનોલોજીમાં અભ્યાસ કરતી ચારેય યુવતીઓએ વતનમાં જવા ઓનલાઇન નોંધણીકરાવી હતી. પરંતુ આણંદથી હાલ છત્તીસગઢની ટ્રેનની હજી કોઇ વ્યવસ્થા થઇ નથી. માત્ર ઉત્તરપ્રદેશ અને બિહારની ટ્રેન જાય છે. આથી માત્ર 24 કલાકમાં ટીમ ભાજપે ચારેય યુવતીઓને વતનમાં જવાની તમામ વ્યવસ્થા કરાતા તેમને પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, જગત પટેલ સહિત તેમની મદદ કરનાર તમામ ગુજરાતીઓનો આભાર માન્યો હતો. તેમના ચહેરા પર ખુશીનું મોજુ ફરી વળ્યુ હતુ઼.
(તસવીર અને અહેવાલઃ આશિષ ત્રિવેદી, આણંદ)
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.