તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જંગ:લોકડાઉન ખુલ્યા બાદ પાંચ લાખ માસ્ક વિતરણનો નિર્ધાર, આણંદના દરેક વ્યક્તિને કપડાંનું માસ્ક અપાશે

આણંદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જીલ્લો રેડ ઝોનમાં આવી જતા આણંદના રૂટસ ફાઉન્ડેશનના દ્વારા સમગ્ર આણંદ શહેર અને આસપાસના વિસ્તારોમાં કપડાના બનેલા પાંચ લાખ માસ્કનું વિતરણ કરવાનો નિર્ધાર કરાયો છે. રૂટસ ફાઉન્ડેશન કોરોનાની મહામારી આણંદ જીલ્લામાં પ્રવેશી ત્યારથી જરૂરીયાતમંદોને ભોજન, ટ્રેનમાં વતન જતા શ્રમિકોને ફુડ પેકેટ વગેરે કામગીરી કરી રહ્યું છે. રૂટસ ફાઉન્ડેશનના વડા તનુજ પટેલ દ્વારા લોકડાઉન ખુલશે ત્યારે આણંદ શહેરની પ્રત્યેક વ્યક્તિને હાથથી બનાવેલું માસ્ક વિતરણ કરવા માંગી રહ્યા છે. આથી તેમની ટીમે પાંચ લાખ માસ્ક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. ટ્રસ્ટી બિંદીયા ભટ્ટ તેમની વેમેન્સ વિંગ દ્વારા રાત-દિવસ મહેનત કરી બનાવેલા માસ્ક સ્વયંસેવકો દ્વારા વિતરણ કરાશે. સરકારી કર્મીઓ જનતાની સુરક્ષા માટે લડી રહ્યાં છે. જેમાં પોલીસ કર્મી, ડૉકટર, મેડીકલ સ્ટાફ, સફાઈ કામદારોને કોરોના વોરીયર્સ તરીકે પ્રોત્સાહનરૂપે 100 મી.લી. લીટરની કુલ પચ્ચીસ હજાર સેનેટાઈઝર બોટલ અપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો