તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:30 જૂન સુધીમાં મિલકત વેરો ભરનારને પેનલ્ટીમાંથી મુક્તિ

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદ પાલિકાએ વેરા વસુલાતની કામગીરી શરૂ કરી

લોકડાઉનના પગલે આણંદ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત બંધ રાખવામાં આવી હતી. ત્યારે કેટલીક છૂટછાટ આપતા તંત્ર દ્વારા વેરા વસુલાત કરવાની કામગીરી સોમવારથી શરૂ કરી હતી. આણંદ નગરપાલિકાના કારોબારી સભ્યોની મીટીંગ યોજાઇ હતી. જેમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આણંદ નગરપાલિકા દ્વારા જે મિલકત ધારકો આણંદ અને બાકરોલ ઝોનમાં વર્ષ 2019-20 માં વેરો ભરપાઇ કરવાની બાકી છે તેઓના મિલકત વેરામાં રાહત મળી રહે તે માટે આગામી 30 જૂન સુધી મિલકત વેરો ભરપાઇ કરી દેવા અનુરોધ કર્યો છે. જે મિલકત ધારકો સમયસર વેરો ભરપાઇ કરશે તેઓને ચાલુ માંગણાની રકમોમાં નોટીસ ફી, શિક્ષણ ઉપકરણની ફી તેમજ મુદત વિત્યા બાદ અગાઉ નિયત કર્યા મુજબની નોટીસ ફી વસુલ કરાશે નહીં તેવો નિર્ણય લેવાયો છે. પાલિકા દ્વારા લોકડાઉન ત્રીજા તબક્કામાં કેટલીક છૂટછાટ મળતા સોમવારથી મિલકત વેરો વસુલાત કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં મિલકત વેરો ભરપાઇ કરવા આવનારને સૌ પ્રથમ સેનેટાઇઝ છંટકાવ સાથે સોશ્યલ ડીસ્ટન્સમાં લાઇનમાં ઉભા રહેવાની સૂચનાઓ આપવામાં આવતી હતી. નગરપાલિકા દ્વારા લોકડાઉનની વચ્ચે વેરા વસુલાત કામગીરી હાથ ધરાતા નગરજનો વહેલી સવારથી વેરો ભરપાઇ કરવા માટે ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો