તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ઝાંખરીયામાં રહેતી પરપ્રાંતિય મહિલાની ઘરે જ પ્રસુતિ

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સગર્ભાએ બે કિલો વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો, બંને સ્વસ્થ

આણંદ પાસેના ઝાંખરીયા ગામે રહેતી પરપ્રાંતિય સગર્ભાએ બે કિલો વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો. લોકડાઉનમાં હોસ્પિટલમાં ખસેડાય તેવી હાલત ન હોય 108ની ટીમ દ્વારા ઘરમાં જ તેની સફળ ડિલીવરી કરાવી હતી. હાલમાં બંનેની હાલત સ્થિર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે વાત કરતા 108ના મેનેજર નઝીરભાઈ વ્હોરાએ જણાવ્યું હતું કે, મૂળ મધ્યપ્રદેશના લક્ષ્મીબેન અને તેમના પતિ ઝાંખરીયા સ્થિત મજીદ પોલ્ટ્રીફાર્મ ખાતે રહે છે. હાલમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેરમાં કરવામાં આવ્યું હોય તેના કારણે દંપત્તિ તેમના વતનમાં જઈ શક્યા નહોતા. હાલમાં તેઓ આણંદ ખાતે જ રોકાઈ ગયા છે. વધુમાં તેણી સગર્ભા હોય વતનમાં જવું પણ ઉચિત નહોતું. દરમિયાન રવિવારે સવારે નવ કલાકે સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડી હતી. જેની જાણ ફાર્મના માલિકને થતાં તેમણે સ્હેજપણ સમય બગાડ્યા વિના તુરંત જ 108 ઈમરજન્સીને કોલ કર્યો હતો. જેને પગલે ઈએમટી પ્રવિણભાઈ અને પાયલોટ સુરેશભાઈ રાવલ તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા. આ સમયે દર્દીની હાલત ક્રિટીકલ હોય સ્થળ‌ પર જ ડિલીવરી કરવી વધુ હિતાવહ જણાતા તેમણે કોલ સેન્ટરમાં બેઠેલા ફિજિશીયન ડૉ. ચાર્મીની મદદ લીધી હતી.  તેમની સલાહ અને સૂચન હેઠળ બંનેએ એકાદ કલાકની ભારે જહેમત બાદ સફળ પ્રસુતિ કરાવી હતી. સગર્ભાએ બે કિલોનું વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો. જેને પગલે પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. માતા અને શિશુ બંનેને વધુ સારવાર અર્થે વડોદ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની હાલત સ્થિર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો