તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોસીન્દ્રા ટ્રીપલ હત્યાકાંડના મુખ્ય સુત્રધારના જામીન નામંજૂર કર્યા

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે વર્ષ અગાઉ હત્યાને અકસ્માતમાં ખપાવવાનું કાવતરૂં રચ્યું હતું

આંકલાવના ચકચારી કોસીન્દ્રા ટ્રીપલ હત્યાકાંડના મુખ્ય સુત્રધાર અને હાઈકોર્ટના એડવોકેટ વાય. યુ. મલેકના જામીન આણંદ જિલ્લા કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. આંકલાવ તાલુકાના નવાખલ-ચમારા રોડ સ્થિત જીલોડ પાટીયા પાસે વર્ષ 2018માં પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે કારને અડફેટે લીધી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા હતા. પોલીસ તપાસમાં સમગ્ર ઘટના એક અકસ્માત નહીં, પણ હત્યા હોવાનું ખૂલતાં જ પોલીસે મોબાઈલ લોકેશન, બાતમીદાર, સાક્ષીઓની મદદથી સમગ્ર બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરી એક પછી એક આરોપીઓ પકડ્યા હતા. બનાવમાં શાહરૂખ મલેક, અલ્પેશ પરમાર, જયંતી ચીમન ઠાકોર, ખમીત રસીક પરમાર અને ગીરીશ ઉર્ફે તુષારની સંડોવણી ખુલી હતી. જેમાં તેમની ધરપકડ કરાઈ હતી. હાલમાં તમામ આરોપી જામીન પર છૂટેલા છે. દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં સમગ્ર હત્યાકાંડમાં હાઈકોર્ટના વકીલ તરીકે ફરજ બજાવતા વાય યુ મલેકની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. તેણે જ સમગ્ર કાવતરૂં રચ્યું હતું. દરમિયાન, બીજી તરફ તેમણે આણંદ જિલ્લા કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. આ અંગે વાત કરતા સરકારી એડવોકેટ ડી.એ. પટેલે જણાવ્યું હતું કે, વાય યુ મલેક દ્વારા અગાઉ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. જ્યાં કોર્ટે નકારી દીધી હતી. બાદમાં તેણે આણંદ કોર્ટમાં અરજી મૂકી હતી. કોર્ટે તે વકીલ હોય અને અત્યાર સુધી તે ગુનામાં પોલીસ સમક્ષ હાજર થયો નથી કે પોલીસે તેની ધરપકડ કરી નથી તે બાબતોને ધ્યાને રાખી તેના જામીન નામંજૂર કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો