તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આણંદના સાંસદ પ્રત્યે દ્વેષ ફેલાય તેવી પોસ્ટ વાઈરલ કરતા ફરિયાદ

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આસોદરના શખ્સ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદના સાંસદ વિરૂદ્ધ દ્રેષ ફેલાય તેવી પોસ્ટ સોશ્યલ મીડિયા પર આંકલાવના આસોદરના યુવકે વાઈરલ કરતા વાસદ પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાસદ ગામે કલાલનો ઢાળ વિસ્તારના દર્શનભાઈ પટેલ કે જેઓ  તેઓ સાંસદ મિતેશભાઈ પટેલના પી.એ. તરીકે કામ કરે છે. કોરોનાને લીધે દેશમાં લોક ડાઉન ચાલી રહ્યું છે. આ સમયે પરપ્રાંતિય મજૂરોને ગુજરાતમાંથી તેમના વતનમાં જવા માટે સરકાર દ્વારા નિયમ અનુસાર કામગીરી ચાલુમાં હોય જેથી લોક સેવા અર્થે સાંસદે એક ફેસબુક પેજ બનાવ્યું હતું. જેમાં જિલ્લાના પરપ્રાંતિય લોકો કે જેઓને અહીંથી પોતાના વતનમાં જવું છે અને તેમને કોઈ માર્ગદર્શન કે મદદની જરૂર હોય તો આપેલા હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું. જેના બાબતે આસોદરના અંકિત પઢિયારે ભાજપના વેપારી સાંસદે કોંગ્રેસના સેવાકાર્યોની નકલ કરી એ સારી બાબત છે. તેણે લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, મેં કીધું મારે રજિસ્ટ્રેશન ઉત્તરપ્રદેશ જવા માટે થઈ ગયું કાલે મારી ટ્રેન છે, મને ટીકીટ માટે મદદ કરો. તો સાંસદે રાખેલા કબૂતરોનો જવાબ હતો કે ટીકીટના રૂપિયા તમારે જાતે ખર્ચ કરવાના. પરમીશન પણ તમારે જાતે લેવાની. તો પછી અામાં સેવા ક્યાં છે. લોકોને સાંસદ મૂર્ખ સમજે છે. ચાલો બધા ડાયલ કરો અને ભાજપની પોલ ખોલો એમ લખી પોસ્ટ વાઈરલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો