તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા કે મોત?:ખેતર વાડે વીજકરંટ પસાર કરાવી યુવકનું મોત નીપજાવતા ફરિયાદ

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોગર સીમ સ્થિત ખેતર પાસેની કાંસડીમાં લાશ ફેંકી દીધી

આણંદ પાસેના મોગર ગામની સીમ સ્થિત ખેતરની વાડ ફરતે વીજકરંટ પસાર કરાવી મોત નીપજાવવાના બનાવમાં વાસદ પોલીસે ખેતરમાલિક સહિત બે શખ્સો સામે અપમૃત્યુની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં પોતાનું નામ ન આવે તે હેતુસર તેમણે લાશને ખેતર પાસેની કાંસડીમાં ફેંકી ષ્ડયંત્ર રચ્યું હોવાનું પણ ખૂલ્યું હતું. મોગર સ્થિત સાહેબજીવાળા ફળીયા ખાતે મુકેશ કાભય પરમાર રહે છે. તે મંગળવારે રાત્રિના સમયે ખેતરમાં ગયો હતો. દરમિયાન વહેલી સવાર સુધી તે ઘરે પરત ન ફરતાં ચિંતાતુર તેના નાના ભાઈ વિશાલે શોધખોળ આદરી હતી. જેમાં તેને જાણવા મળ્યું હતું કે, તેના ભાઈ મુકેશનો મૃતદેહ દિવ્યરાજસિંહ ઉર્ફે ચરણસિંહ વિરભદ્રસિંહ સોલંકીના ખેતરની પાસે આવેલી કાંસડીમાં પડ્યો હતો. દરમિયાન બનાવી જાણ વાસદ પોલીસને કરતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરતાં તબીબી રિપોર્ટમાં વીજકરંટથી તેનું મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં દિવ્યરાજસિંહે પોતાના તડબૂચના ખેતરમાં આવેલી વાડ ફરતે વીજકરંટ પસાર કરાવ્યો હતો. જે મુકેશને લાગતાં તેનું મોત નીપજ્યું હતું. વધુમાં તેણે તેના ભાગીયા સાથે મળીને તેની લાશને પાસેની કાંસડીમાં ફેંકી દઈ ગુનો છુપાવવાનું કાવતરૂં રચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો