તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ખડોધી ગામમાં ઝાડ કાપવા બાબતે સામ-સામે ફરિયાદ

આણંદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખંભાત તાલુકાના ખડોધીમાં ઝાડ કાપવા બાબતે દાંતી મારવાના બનાવમાં ખંભાત ગ્રામ્ય પોલીસે સામા પક્ષે ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.ખંભાતના ધુવારણ ખાતે રહેતા ભારતસિંહ ખુમાનસિંહ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, નટુ બાબુ સિંધા અને વિક્રમ બાબુ સિંધાએ મારી વાડના બાવળ અને ઝરડાં કેમ કાપે છે તેમ કહી અપશબ્દ બોલી ઝઘડો કર્યો હતો. તેમણે ઉશ્કેરાઈને તેમના બરડાના ભાગે દાંતી મારી દીધી હતી. જેને કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. વધુમાં જયાબેન નટુ સિંધાએ ઉશ્કેરણી કરી અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસે ત્રણેય વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો