તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદાગીરી:સરકારનો આદેશ છતાં આણંદની શાળાઓમાં ફીની પઠાણી ઉઘરાણી

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉનના સમયમાં આર્થિક સ્થિતિની ચિંતા વચ્ચે સંચાલકોની ઉઘરાણીથી વાલીઓના પ્રેશરમાં વધારો

કોરોના વાઈરસને લઈને હાલમાં મોટાભાગના લોકોના ધંધા-રોજગાર ઠપ્પ છે. આવકનો કોઈ સ્ત્રોત ન રહેતા મોટાભાગના પરિવારો કફોડી હાલતમાં મૂકાયા છે ત્યારે ચરોતરમાં શિક્ષણના નામે કતલખાના ચલાવતા કેટલાંક સ્કૂલ સંચાલકો દ્વારા નવા શૈક્ષણિક સત્રની ફી વસૂલવાનું શરૂ કરાતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. નોંધનીય છે કે, સરકાર દ્વારા થોડાં સમય અગાઉ જ એક નોટીફિકેશન જાહેર કરાયું હતું જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોઈ પણ ખાનગી કે અર્ધસરકારી શાળાઓએ વાલીઓ પર ફી માટે કોઈ જ પ્રકારનું દબાણ કરવાનું નહીં. જોકે, આમ છતાં પણ ખાનગી રાહે શાળાઓ દ્વારા ફી વસૂલવાનું શરૂ કરતા વિવાદ સર્જાયો છે.
આ અંગે એક વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એક સ્વનિર્ભર સ્કૂલ દ્વારા વાલીઓને બોલાવી તેમની પાસેથી ફી વસૂલવામાં આવે છે. જોકે, તેઓ દ્વારા ટ્રાન્સપોર્ટેશન અને જમવાની ફી નથી વસૂલવામાં આવી, પરંતુ શૈક્ષણિક ફી જ વસૂલી છે. કેટલાંય વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ફી ભરી પણ દેવામાં આવી છે. શિક્ષણના નામે ધંધો ચલાવતા સંચાલકો વાલીઓની આર્થિક સ્થિતિની પરવા કર્યા વિના ચીરફાડ કરી રહ્યા છે.નોંધનીય છે કે, હાલમાં કેટલીક સ્વનિર્ભર સ્કૂલો દ્વારા સોશ્યલ મીડિયા પર સમગ્ર ફીનું માળખું પણ મૂકી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાલીઓ પાસેથી છુપી રીતે શાળા સંચાલકો દ્વારા ફોન કરીને કે પછી લેટર લખીને કે ઓનલાઈન ફી વસૂલવામાં આવી રહી છે.
2020-21ના શૈક્ષણિક સત્રની ફી સંપૂર્ણ માફ કરવા આવેદન આપ્યું 
હાલમાં શાળાના સંચાલકો દ્વારા સ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસે યેન કેન પ્રકારે ફીની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓ વાલીઓના રક્ષણ કાજે સામે આવી છે. આણંદ સ્થિત રૂદ્રાક્ષ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના કિરણભાઈ બુદ્ધ બુધવારે આ બાબતને લઈને આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અાવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીને પગલે લોકડાઉન હોય ધંધા-રોજગાર ઠપ્પ છે.ત્યારે આવનારા 2020-21ના શૈક્ષણિક સત્રમાં તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફી આપવી જોઈએ. વધુમાં પીએમ કેર ફંડમાં અપાયેલા દાનનો ઉપયોગ શૈક્ષણિક ક્ષેત્રે કરવામાં આવવો જોઈએ, એવી માંગણી તેમણે આવેદનપત્રમાં કરી છે.
હાલમાં એક રજૂઆત મળી છે જેની તપાસ ચાલે છે
આણંદ શિક્ષણ વિભાગ દ્વારા દરેક સંચાલકોને જાણ કરી દેવામાં આવી છે કે ફી માટે કોઈ વાલી પર દબાણ કરવામાં ન આવે. જોકે, આમ છતાં અમને ઝેન સ્કૂલની રજૂઆત મળી હતી. જેમાં તેમણે તેમની શાળામાં ફરજ બજાવતા ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફના પગાર કરવા માટે જે વાલીઓ સક્ષમ છે તેમની પાસેથી ફી ઉઘરાવી હોવાનું જણાવ્યું હતું. હાલમાં જો કોઈ ફરજ પાડતું હશે તેવું ધ્યાને આવશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. - જી.ડી.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી
શિક્ષણ વિભાગનો પરિપત્ર  શુ કહે છે?
શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં કોઈ જ પ્રકારની ફી વધારવામાં આવશે નહીં, તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, માર્ચ, એપ્રિલ અને મે માસની ફી કોઈ પણ વાલી જૂનથી નવેમ્બર 2020 સુધીમાં ક્યારેય પણ ભરી શકે છે. વાલી ઈચ્છે તે રીતે માસિક અથવા તો એકસામટી તમામ ફી ભરી શકે તેવી પણ જોગવાઈ કરાઈ છે. આ માટે શાળા સંચાલકો તેના પર દબાણ કરી શકશે નહીં. ત્યારે ફી ઉઘરાવતાં પ્રશનાર્થ સર્જાયા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો