તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ:તારાપુર ચોકડી પર ખાણ-ખનીજની ટીમ પર હુમલો

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સીંજીવાડા ચેકપોસ્ટને ફિલ્મી ઢબે ઉડાડી દઈને ડમ્પર મૂકી શખ્સ કારમાં ફરાર

તારાપુર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરને પકડનારી ખાણ-ખનીજ વિભાગની ટીમ પર કેટલાંક અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં તારાપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આણંદ ખાણ-ખનીજ વિભાગના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી અજીત ચૌધરી અને તેમની ટીમ તારાપુર તરફ ગેરકાયદે ખનીજચોરીના ચેકીંગમાં હતા. બપોરે એક વાગ્યે તારાપુર ચોકડીએ સાદી રેતી ભરેલું એક ડમ્પર ઉભેલું જોતા જ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. પરંતુ ડ્રાયવર તેઓને જોઈને ફરાર થઈ ગયો હતો. થોડીવારમાં એક કારમાં પાંચ અજાણ્યા શખ્સો લાકડના દંડા સાથે આવી ચઢ્યા હતા અને તેમણે ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો. જેથી અજીત ચૌધરી સહિત તમામ ત્યાંથી થોડે દૂર જતા રહ્યા હતા. દરમ્યાન કારમાંથી એક શખ્સ ઉતરીને ડમ્પર ચાલુ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ટીમના સભ્યોએ ડમ્પરને રોકવા પ્રયાસ કર્યો પણ તેણે તેમના પર ડમ્પર પર નાંખી કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન, ડમ્પર તારાપુરથી સાયલા-લીંબાસી તરફ જતાં ખાણ-ખનીજ વિભાગે તેનો પીછો કર્યો હતો. એ સમયે ડ્રાયવરે ડમ્પરને હાઈડ્રોલિક કરી ડમ્પરમાં ભરેલી રેતી ચાલુ ગાડીએ રોડ પર નાંખવાનું ચાલુ કરી દીધું હતુ. ઉપરાંત, ડમ્પરના ચાલકે ગાડીમાથી લોખંડનુંં કોઈ ઓજાર પાછળ આવતી ખાણ-ખનીજ વિભાગની ગાડી પર નાંખતા ડ્રાયવર સાઈડનો કાચ તુટી ગયો હતો અને ડ્રાઈવર પ્રદિપ ચાવડાને કાચ વાગતા ઈજા પહોંચી હતી. દરમ્યાન, સીંજીવાડા ચેકપોસ્ટ આવતાં જ પોલીસ જવાનોએ પણ ડમ્પરને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે જવાનો ઉપર ડમ્પર નાંખીને ચેકપોસ્ટ જ ઉડાવી દીધી હતી. ત્યારબાદ સાયલા-લીંબાસી કેનાલ ઉપર ડમ્પર મુકીને ચાલક સ્વીફ્ટ કારમાં ફરાર થઈ ગયો હતો. ખાણ-ખનીજ વિભાગની ટીમે ડમ્પરને કબ્જે કરી અજાણ્યા શખ્સો વિરૂદ્ધ તારાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો