તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:સુરતના શ્રમિકોને વતન મુકવા જવા માટે આણંદ ST ડેપોએ દસ બસ ફાળવી

આણંદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરતમાં લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો ફસાઇ ગયા હતા
 • બુધવારે રાત્રીના સુરત જવા માટે આણંદ ડેપોમાંથી બસો રવાના કરાઈ હતી

સુરતમાં લોકડાઉનના કારણે ઘણાં લોકો ફસાઇ ગયા હોય પરપ્રાંતિયો બીજા રાજ્યમાં પગપાળા જવા નીકળી રહ્યા છે ત્યારે વહીવટી તંત્રની સૂચના મળતા આણંદ એસ.ટી. ડેપો વિભાગ દ્વારા સુરત ખાતે શ્રમિકોને વતનમાં મોકલવા માટે દસ જેટલી એસ.ટી. બસોની ફાળવણી કરવામાં આવી છે. જે બુધવારે રાત્રીના સમયે રવાના કરવામાં આવ્યા છે.  ગુજરાતના સુરતમાં જ સૌરાષ્ટ્રથી સુરતમાં કામ કરતા ઘણાં લોકો પણ અટકાયા છે. જેથી આ લોકોને સુરતથી સૌરાષ્ટ્ર પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા દિન-પ્રતિદિન એસ.ટી. બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી સૂચના મળતા જ આણંદ એસ.ટી. ડેપો વિભાગ દ્વારા બુધવાર રાત્રીના દસ જેટલી એસ.ટી. બસો રવાના કરવામાં આવ્યા હતા.  હાલમાં અત્યાર સુધીમાં સુરત ખાતે 38 જેટલી બસોની માંગણી મુજબ ફાળવણી કરવામાં આવી દીધેલ છે. વધુમાં આણંદ એસ.ટી. ડેપો મેનેજર એસ.એ. પાંડે એ જણાવ્યુ કે નડીયાદ વિભાગીય ડેપો દ્વારા મળેલી સૂચના અનુસાર સુરત ખાતે શ્રમિકોને વતનમાં મુકવા માટે દસ જેટલી એસ.ટી. બસો મોકલવાનું જણાવવામાં આવતા બુધવારે રાત્રીના 8 કલાકે રવાના કરવામાં આવ્યા હતા. વતનામાં શ્રમિકોને પરત આવી જવા માટે પણ એસ.ટી. બસના ડ્રાઇવર-કંડકટરોને સૂચના આપી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો