તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનમાં છૂટછાટ:આણંદ સરદાર ગંજ બજાર આજથી સવારે 8 થી 12 ખુલ્લુ, જથ્થાબંધ વેચાણ માટેની દુકાનો ખોલવાની પરમીશન

આણંદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા કલેકટર દ્વારા રેડ ઝોનના પગલે કોરોના સંક્રમણ અટકાવવા માટે અગામી 17મી સુધી સરદાર ગંજ બજાર સંપૂર્ણ બંધ રાખવાનો હુકમ કર્યો હતો. પરંતુ આણંદ શહેર સહિત જિલ્લામાં અનાજ કરીયાણાની અને રીટેલની દુકાનો પર જીવન જરૂરીયાતની વસ્તુઓનો સ્ટોક પુરતા પ્રમાણમાં હાલના સંજોગોમાં રહેતો નથી. રોજે રોજ ખરીદી કરીને જીવન ગુજરાન ચલાવનાર પરિવારોને કરીયાણાની દુકાનમાં સ્ટોક ન હોવાના પગલે આવશ્યક વસ્તુઓ મળતી ન હતી. તેમજ ગ્રામ્ય કક્ષાની દુકાનોમાં જીવનજરૂરીયાતની વસ્તુઓની અછત ઉભી થવાની સંભાવના હતી. આ બાબત જિલ્લા કલેકટરઆર.જી.ગોહિલને ધ્યાને આવતાં તેઓએ આજે નવું જાહેરનામું બહાર પાડીને સરદારગંજ બજારમાં જથ્થાબંધ વેચાણ માટેની દુકાનો સવારના 8 થી 12 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે. તેમજ હોમ ડિલીવરી કરી શકશે. જથ્થાબંધ માલસમાનના વાહન માટે માત્ર લોડીંગ ટેમ્પીનો ઉપયોગ કરવાનો રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો