તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોમી વૈમનસ્ય સર્જાય તેવો મેસેજ વાઈરલ કરનારા શખ્સ સામે ફરિયાદ, આણંદ શહેર પોલીસે શખ્સની અટકાયત કરી

આણંદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદમાં ઈન્દિરા ગાંધી સ્ટેચ્યુ પાસેથી હિદું-મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય સર્જાય તેવો મેસેજ સોશ્યલ મીડિયા પર વાઈરલ કરતાં આણંદ શહેર પોલીસ દ્વારા તે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આણંદ શહેર પોલીસ ઈન્દિરા ગાંધી સ્ટેચ્યુ પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન ઈન્દિરા ગાંધી સ્ટેચ્યુ પાસેથી પસાર થનારા જોળ ગામ સ્થિત દૂધની ડેરી પાસે રહેતા ચિંતનકુમાર જિતેન્દ્ર ભોઈના મોબાઈલ ફોનની તપાસમાં તેના મોબાઈલમાં હિદું-મુસ્લિમ વચ્ચે તનાવ ઊભો થાય તેવો મેસેજ હતો. જે તેણે તેના મોબાઈલથી વાઈરલ કર્યો હતો. આ મેસેજમાં છત્રપતિ શિવાજીનો ફોટો હતો અને તેમાં મુસ્લિમ કોમની લાગણી દુભાય તેવો મેસેજ હતો. જેને પગલે પોલીસે તેની અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો