તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:ખંભાતમાં વધુ 2 પોઝિટીવ કેસ જિલ્લામાં કુલ 86 કેસ નોંધાયા

આણંદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 71 દર્દીઓએ કોરોનાને માત આપીઃ 7 દર્દી સારવાર હેઠળ

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં ત્રણ દિવસબાદ વધુ 2 પોઝિટીવ કેસ આવ્યાં છે.આ સાથે ખંભાત શહેરના કુલ68 કેસ થયા છે.જયારે જિલ્લામાં કુલ86 કોરોના દર્દીઓ નોંધાયા છે.જો કે આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ ગતિ મંદ પડી છે.  માત્ર ખંભાત શહેર સિવાય જિલ્લાના અન્ય કોઇ વિસ્તારમાં છેલ્લા 30 દિવસથી  એક પણ કોરોનો કેસ નોંધાયા છે.ખંભાત શહેરમાં  આજે એક નવા વિસ્તારમાં મોટાભાટવાળા  કોરોના પોઝિટીવ કેસ મળ્યો છે.જેને ધ્યાને લઇને આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા આ વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોનમાં ફેરવીને તાત્કાલિક સેનેટાઇઝીંગ  કામગીરી હાથધરવામાં આવી છે. ખંભાત શહેરના મોટા ભાટવાળા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઇ મનસુખભાઇ બ્રહ્મભટ્ટ(ઉ.વ.68) અને મીરકુઇવાડામાં રહેતા મહેન્દ્રભાઇ સોમાભાઇ રાણા(ઉ.વ.45)નો કોરોના  પોઝિટીવ આવતાં જ તેઓને  એમ.એમ.પરીખ કાર્ડીયાક કેર સેન્ટર ખંભાત ખાતે આઇસોલેટ કરીને સારવાર કરવામાં આવી રહી છે.આમ હજુ ખંભાત દર ત્રણ ચાર દિવસબાદ બે નવા કેસો નોંધતા જ ચિંતાનું મોજુ પ્રસરી જવા પામ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો