તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:અકસ્માતમાં ઘવાયેલા દર્દીઓની વસ્તુઓ 108ની ટીમે પરત કરી

આણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામરખા ચોકડી પાસે સોમવારે રાત્રે અકસ્માત થયો હતો
  • લેપટોપ, બે મોબાઈલ, રોકડ મળી એક લાખની મત્તા હતી

આણંદ શહેર પાસેના હાઈવે નંબર 8 સ્થિત એપીએમસી શાક માર્કેટ પાસે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત દર્દીઓને તેમની વસ્તુઓ 108ની ટીમે સુપરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. 108ની ટીમે આપેલી વસ્તુઓમાં લેપટોપ, બે મોંઘા મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા એક લાખથી વધુ રૂપિયાની મત્તા થતી હતી. સામરખા ચોકડી સ્થિત હાઈવે નંબર 8 પર આવેલા એપીએમસી શાકમાર્કેટ પાસે સોમવારે રાત્રે ફોર વ્હીલરને અકસ્માત થયો હતો. જેમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પણસોરા સ્થિત 108 ની ટીમને કોલ મળતા ઈએમટી જયદીપસિંહ ચૌહાણ અને પાયલોટ ગોપાલભાઈ સોની ઝડપથી સ્થળ પર પહોંચી ગયા હતા અને બંને દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તેને ધ્યાને રાખી તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલમાં બંનેની હાલત સ્થિર છે. બંને જણાંએ વધુમાં તેમની પાસેનો કિંમતી સામાન જેમાં 50 હજારની કિંમતનું લેપટોપ, 25 હજારની કિંમતના 2 મોબાઈલ, જરૂરી દસ્તાવેજી કાગળ અને રોકડા રૂપિયા 16500 દર્દી અકબરઅલી શેખને આપ્યા હતા. આમ. 108ની ટીમે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો