તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:આણંદ જિલ્લામાં 357 ગામડાંઓના 6046 ઘરો નળ કનેકશનથી વંચિત

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાણી પુરવઠા વિભાગ દ્વારા ટીમો બનાવી 395237 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો

રાજ્ય સરકાર દ્વારા વિકાસના નામે બણગાં ફુંકવામાં આવી રહ્યા છે. નગરજનોને મળવાપાત્ર સુવિધાઓથી હજુ પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદ જીલ્લામાં 357 જેટલા ગામડાંઓમાં વસવાટ કરતા  6046 જેટલા ઘરોમાં આજદિન સુધી પરિવારજનો નળ કનેકશનથી વંચિત તંત્રના ચોપડે બોલે છે. જોકે, આણંદ જીલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા ટીમો બનાવી 395237 ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં તપાસમાં 6046 જેટલા ઘરોમાં નળ કનેકશન નહીં હોવાથી હાલાકીઓનો પણ ભોગ બની રહ્યા હોવાનું જણાઇ આવતા ટુંક સમયમાં નળ કનેકશન જોડાણ આપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આણંદ જીલ્લા પાણી પુરવઠા વિભાગના જી.એચ.રાઠોડે જણાવેલ કે, વાસમો દ્વારા આણંદ શહેર સહીત જીલ્લામાં ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન આણંદ તાલુકાના 41 ગામડાંઓમાં કુલ 79934 ઘરોમાંથી 115 જેટલા પરિવારો નળ કનેકશનથી વંચિત છે. ત્યારબાદ ઉમરેઠ 39 ગામડાંઓમાં 41280 ઘરોમાંથી 99 જેટલા પરિવારો નળ કનેકશનથી વંચિત છે. જેથી નગરજનોને પીવાના પાણી માટે આમતેમ ભટકવાનો વારો પણ આવતો હોય છે.
સૌથી વધુ બોરસદ તાલુકામાં 3074 પરિવારો 
સૌથી વધુ બોરસદમાં 3074 અને સાૈથી ઓછા ઉમરેઠ તાલુકામાં ફકત 99 જેટલા ઘરોમાં નળ કનેકશન નથી. બીજી તરફ આણંદ તાલુકામાં કુલ 115 ઘર, આંકલાવ તાલુકામાં કુલ 962 ઘર, પેટલાદ તાલુકામાં કુલ 443 ઘર, સોજીત્રા તાલુકામાં 331 ઘર અને ખંભાત તાલુકામાં 567 જેટલા ઘરો નળ કનેકશન ધરાવતાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો