હંગામો / લંડન-કુવૈતથી આવેલા 30 NRIઓને હોટલમાં ક્વોરન્ટીન કરવામાં આવતાં હોબાળો મચાવ્યો

30 NRIs from London-Kuwait quarantined at hotel
X
30 NRIs from London-Kuwait quarantined at hotel

  • આખરે સારસા-પરમ ગુરુ શાળામાં કેટલાકને લઇ જવામાં આવતા મામલો થાળે પડયો
  • આણંદની મોંઘીદાટ હોટલનું પેકેજ  પરવડે તેમ નથી : NRIની રજુઆત
  • અન્ય NRIઓને નિઝાનંદ અને રામા રેસીડન્સીમાં ઉતારાયાં

દિવ્ય ભાસ્કર

May 15, 2020, 12:51 PM IST

આણંદ. વંદે ભારત મિશન હેઠળ  કુવૈત-લંડનથી આણંદ આવેલા 84 NRIઓને  ગુરૂવાર સવારે તંત્ર દ્વારા પેઇડ હોટલમાં કવોરોન્ટાઇન કરવાનું જણાવતાં NRIઓઅે હોબાળો મચાવ્યો હતો. આણંદ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાંથી કુલ 125 ભારતીયોને આણંદ ખાતે સ્પેશ્યલ ફલાઇટમાં લાવવામાં આવ્યા છે જેમાં ફિલિપાઇન્સથી 41 અને કુવૈત-યુકેમાંથી 84 વ્યક્તિ (એનઆરઆઇ)ને આણંદ લાવવામાં આવ્યા છે. ગુરૂવારે કુવૈત-યુકેથી લાવવામાં આવેલ 7 જેટલી લકઝરીના એનઆરઆઇઓને નિજાનંદ રીસોર્ટ, રામા રેસીડન્સી ખાતે ઉતારવામાં આવ્યા હતા પરંતુ બે જેટલી લકઝરીમાં લંડનથી આવેલા NRIઓને તંત્ર દ્વારા લાકાસા ઇન હોટલમાં રાખવામાં આવશે તેમ જણાવ્યુ હતું. આથી 30 ઉપરાંત એનઆરઆઇઓએ 14 દિવસનું મોંઘુ પેકેજ જણાવતા હોંશ ઉડી ગયા હતા. આથી તેમને રીતસરનો હોબાળો મચાવ્યો હતો. આ સમયે પ્રાંત અધિકારી ગઢવી સમક્ષ રજૂઆત કરી હતી.  ઘટનાસ્થળે પોલીસ પણ દોડી આવી હતી. આખરે કેટલાંક NRIવર્ગ માટે સારસા વ્યવસ્થા કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો. જો કે, લંડનના NRIઓ દ્વારા વડતાલ હોસ્ટેલમાં જવાની માંગણી કરાઇ હતી. પરંતુ કેટલાંક  નડીયાદના હોઇ તંત્ર દ્વારા ઇન્કાર કરવામાં આવતો હતો.
રજૂઆત સાંભળ્યા બાદ સારસા વ્યવસ્થા કરાઈ
 આણંદ જીલ્લામાં ગુરૂવારે કુવૈત-લંડનથી આવી પહોંચેલા કેટલાંક એનઆરઆઇઓને પસંદગી પ્રમાણેની પેઇડ હોટલમાં રહેવાની સમજણ ફેર થતી હોઇ બબાલ થઇ હતી.  આથી હોટલ લાકાસા ઇન સ્થળ પર પહોંચીને સમજાવટ કર્યા બાદ સારસા ખાતે જવા માંગતા એનઆરઆઇઓને લકઝરી બસથી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. જ્યાં તેઓનું નિયમિત મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવનાર છે.  - એ.એસ.ગઢવી, પ્રાંત કલેકટર
લંડનથી આવેલી ફલાઇટ અમદાવાદને બદલે દિલ્હી લઇ જવાતા એનઆરઆઇ પરેશાન
 લંડનથી ફલાઇટ અમદાવાદ જશે તેમ જણાવ્યું હતું.તેમ છતાં ફલાઇટ સીધી દિલ્હી લઇ જવામાં આવી હતી.દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા.અમદાવાદ વડલાતખાતે કવોરોન્ટાઇન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તેમ છતાં  અમને આણંદ  લાકાશા ઇન હોટલમાં પેઇડ પેકેજમાં રહેવા જણાવ્યું હતું.જે પેકેજ પરવડે તેમ ન હતું.NRIઓએ અધિકારીને ઉગ્ર રજૂ આત કરી હતી.ત્યારે વિદ્યાનગર હોસ્ટેલમાં રહેવા જણાવ્યું હતું. જેથી મામલો ગરમાયો હતો. ત્યારબાદ પ્રાંત કલેકટરે  સારસા ખાતે વ્યવસ્થા કરી હતી.જેના કારણે NRI પરેશાન થઇ ગયા હતા.આમ છતાં પણ અમોને થયેલ રઝળપાટ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય સંકલન જાળવી ઘટતું કરવા અપીલ કરવામાં આવી હતી. - અનેઆરઆઈ, લંડન-ન્યૂટન શહેરના રહેવાસી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી