આણંદ જિલ્લામાં લોકડાઉનનો ભંગ કરનારા 29 શખ્સની અટકાયત કરાઇ

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ, વિદ્યાનગર, ઉમરેઠ, બોરસદ, મહેળાવ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી

આણંદ: આણંદ શહેર, વિદ્યાનગર, ઉમરેઠ, મહેળાવ સહિત અન્ય પોલીસ સ્ટેશનો દ્વારા આણંદ શહેર અને જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનારા કુલ 29 શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી અટકાયત કરાઈ હતી. આણંદ શહેરમાં પોલીસે કામિલ ઈકબાલ વોરા, ઈમરાન બાબુ મેમણ, દિલીપ ઉર્ફે કાળીદાસ ધુળા પરમાર, ઈરફાન યુનુસ વોરા, હીરાલાલ કપૂરચંદ પાટીલ, અબ્દુલહક અહમદભાઈ વોરા, અબ્દુલખાન કાસમખાન પઠાણ, આણંદ ગંજ બજારમાં ઓમ શ્રી લક્ષ્મી નારાયણ નામની દુકાનમાં છ થી આઠ જેટલા માણસો કોઈપણ જાતની શેફ્ટી રાખ્યા સિવાય ભેગા કરી વેપાર કરતા દુકાનદાર અંકુર હરિકૃષ્ણ ઠાકર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. 
બોરસદ શહેર પોલીસે કામ વિના બહાર નીકળેલા ફિરોઝ વોરા, સિકંદર શેખ, અબુહસન શેખ, સંજય રબારી સામે ગુનો નોંધ્યો હતો. મહેળાવ પોલીસે અજય તરસરીયા, વિપુલ તરસરીયા, નીતા વિપુલ પરસોત્તમ તરસરિયા, જીગ્નેશ ગોપાલ વરીયા, માનસી મનસુખ વ્યાસ અને દર્શન મનસુખ વ્યાસ સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે ઉમરેઠમાં ફકીરમહમદ ગુલામનબી ખલીફા, ફિરોજ ગુલામનબી ખલીફા, શાંતિલાલ મોતીજી વાળંદ, અરવિંદ હરમાન પટેલ, પ્રજ્ઞેશ મનુ પ્રજાપતિ, પરમાર, વસીમ ઈસ્માઈલ વોરા સહિત 29 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...