તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનમાં છૂટછાટ:પરપ્રાંતિયોને વતન તરફ રવાના કરવા 18 એસટી બસ દોડાવાઈ

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદ એસટી ડેપોએ બે દિવસથી કવાયત હાથ ધરી હતી

લોકડાઉનના ત્રીજા તબક્કો જાહેર કરાતાની સાથે  સુરત શહેરમાં  લાખોની સખ્યામાં પરપ્રાંતિયો પોતાના વતન તરફ જવા રવાના થઇ રહ્યા છે. ત્યારે આણંદ એસ.ટી. ડેપો દ્વારા સૂચના હેઠળ બે દિવસમાં 18 જેટલી એસ.ટી. બસો સુરત ખાતે રવાના કરવામાં આવી હતી. વધુ માહિતી મુજબ સુરત શહેરમાં વરસાદ પડતાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત જુદાજુદા જીલ્લાઓના પરપ્રાંતિયોને તેમના વતન મોકલવાની કાર્યવાહી જોરશોરમાં ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં દિનપ્રતિદિન હજારો લોકોને એસ.ટી. બસમાં રવાના કરવામાં આવતા હોય છે. સુરત વહીવટી તંત્ર દ્વારા એસ.ટી. બસની જરૂરીયાત હોઇ નડીયાદ ડીવીઝન ખાતે સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે નડીયાદ ડીવીઝનના નિયામકની સૂચના મળતા આણંદ એસ.ટી. ડેપો દ્વારા સુરત ખાતે એસ.ટી. બસો મોકલવામાં આવી રહ્યો છે. જેમાં શ્રમિકોને વતનમાં મૂકીને આવ્યા બાદ રાત્રીના સમયે એસ.ટી. બસના ડ્રાઇવરો અને કંડકટરો આણંદ ડેપો ખાતે પરત આવી જતા હોય છે.  આણંદ એસ.ટી. ડેપો મેનેજર એસ.એ. પાંડેએ જણાવેલ કે નડીયાદ ડીવીઝનમાંથી સૂચના મળતા સુરત ખાતે રવિવારે 8 બસો અને સોમવારે 10 જેટલી એસ.ટી. બસોની ફાળવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો