હોલિડે રિપોર્ટ 2019 / યુવા ભારતીયોને 3-6 દિવસનો શોર્ટ બ્રેક લઇને ફરવા જવાનું પસંદ, લાંબી ટૂર પર જવાનો ટ્રેન્ડ બદલાયો

Young Indians love to take short breaks for 3-6 days to enjoy vacation

  • ટ્રાવેલ કંપની SOTCએ જાહેર કર્યો 2019નો ત્રિમાસિક રિપોર્ટ, સિનિયર સિટીઝન હજી પણ 7-15 દિવસની ટૂર પ્લાન કરે છે
  • મોટાભાગના મુસાફરો ટૂરિસ્ટ પ્લેસ પસંદ કરવામાં ત્યાંના લોકલ ફૂડને પ્રાથમિકતા આપી રહ્યા છે

Divyabhaskar.com

Oct 01, 2019, 01:02 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ટ્રાવેલ કંપની SOTCના એક સર્વે અનુસાર, ભારતીયોમાં મુસાફરી કરવાનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. હવે તેઓ વર્ષમાં લાંબાગાળાની રજા લેવાને બદલે નાના-નાના બ્રેક લઇને ટૂર પર જઈ રહ્યા છે. સર્વે અનુસાર, વર્ષ 2015માં 75% પ્રવાસીઓ ટૂર માટે 7-10 દિવસની લાંબી રજા લેતા હતા, જ્યારે વર્ષ 2019માં તેઓ 3-7 દિવસમાં પ્રવાસ પૂરો કરી રહ્યા છે. તેમજ, 56 વર્ષથી વધુ ઉંમરના લોકો 7-15 દિવસની ટૂર પ્લાન કરે છે.

59% પ્રવાસીઓ માટે ટૂરનો અર્થ રોમાંચ

  • હોલિડે રિપોર્ટ 2019ના ત્રિમાસિક સમયગાળામાં પ્રવાસીઓની વર્તણૂકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટૂરિસ્ટ પ્લેસિસમાં લોકલ ફૂડ પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. સર્વે અનુસાર, હવે યુવા ટૂરિસ્ટ ફરવા માટે ફૂડના આધારે જગ્યાની પસંદગી કરી રહ્યા છે. 65% યુવાન પુરુષો અને 57% મહિલાઓ સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા, ઇટલી અને ફ્રાન્સની પસંદગી ત્યાંના ફૂડ અને વાઇન માટે કરી રહ્યા છે. તેમજ, જાપાન, કોરિયા, આયર્લેન્ડને ખાસ કરીને વિસ્કીની વિવિધતા માટે પસંદ કરવામાં આવી રહ્યા છે.
  • ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં વૃદ્ધ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. એવા પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે, જે વેકેશન પ્લાન કરતી વખતે બજેટ, ટૂરિસ્ટ પ્લેસની ખૂબીઓ, ફેમિલી માટે યાદગાર પળો પસાર કરી શકાય એવી બાબતો પણ ધ્યાનમાં રાખે છે. કંપનીના એમડી વિશાલ સૂરીના જણાવ્યા અનુસાર, ‘યુવાઓમાં શોર્ટ હોલિડે એટલા લોકપ્રિય બની રહ્યા છે કે અમારે પ્લાન અને પેકેજમાં ફેરફાર કરવો પડી રહ્યો છે. તેઓ ફરવા માટે ઓનલાઇન રિસર્ચ કર્યાં પછી ફરવા જવાની જગ્યા પસંદ કરે છે.’
  • 73% નોકરી કરતા લોકો ટૂરની પસંદગી શારીરિક અને માનસિક થાકને દૂર કરવા માટે કરી રહ્યા છે. અહીંયા 59% પ્રવાસીઓ એવા પણ છે જે પ્રવાસ દરમિયાન રોમાંચનો અનુભવ કરવા માગે છે. તેઓ એવી જગ્યાની પસંદગી કરી રહ્યા છે જ્યાં પેરાગ્લાઇડિંગ, બનાના રાઇડ, પેરાસેલિંગ, સ્કૂબા ડાઇવિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી થતી હોય.
X
Young Indians love to take short breaks for 3-6 days to enjoy vacation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી