તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Travel
 • With The Launch Of Tejas Express From November 17, Passengers Will Not Be Able To Change Seats Once Seated And It Will Be Mandatory To Download The Aarogya Setu App

રેલવે:17 ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ શરૂ થઈ, મુસાફરો એકવાર બેઠાં પછી સીટ નહીં બદલી શકે અને મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત રહેશે

10 દિવસ પહેલા
 • મુસાફરોની સલામતી માટે ગાઇડલાઇન્સ જાહેર થઈ, બુકિંગ કરવા પર જાણકારી મળશે
 • કોરોના ચેપને કારણે 19 માર્ચથી ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું

ભારતીય રેલવેની પ્રથમ કોર્પોરેટ ટ્રેન તરીકે જાણીતી તેજસ એક્સપ્રેસ આજથી એટલે કે 17 ઓક્ટોબરથી ફરી શરૂ થઈ રહી છે. તેજસ એક્સપ્રેસ અત્યારે બે રૂટ પર દોડી રહી છે. 19 માર્ચે કોરોના વકર્યો હોવાને કારણે તેજસ એક્સપ્રેસનું ઓપરેશન બંધ કરાયું હતું. ભારતીય રેલવેની સબ્સિડરી ઇન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) તેજસ એક્સપ્રેસનું સંચાલન કરે છે. IRCTCએ મુસાફરો માટે ગાઇડલાઇન્સ બહાર પાડી છે.

IRCTCની ગાઇડલાઇન્સ

 • એકવાર બેઠાં પછી મુસાફરોને સીટ બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
 • બધા મુસાફરો અને સ્ટાફ માટે ફેસ કવર અથવા માસ્ક ફરજિયાત રહેશે.
 • તમામ મુસાફરોએ તેમના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઓફિસર દ્વાર માગવા પર આ એપ્લિકેશન બતાવવી પડશે.
 • તમામ મુસાફરોને કોવિડ-19 પ્રોટેક્શન કીટ આપવામાં આવશે. કીટમાં હેન્ડ સેનિટાઈઝર બોટલ, માસ્ક, ફેસ શિલ્ડ અને ગ્લોવ્ઝની એક જોડ સામેલ છે.
 • કોચમાં એન્ટ્રી કરતા પહેલાં તમામ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ અને હેન્ડ સેનિટાઇઝેશન કરવામાં આવશે.
 • બધા કોચને ચોક્કસ સમય પછી ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. મુસાફરોના સામાનને ડિસઇન્ફેક્ટ કરવા માટે એક અલગ સ્ટાફ હશે.
 • મુસાફરોને ટિકિટ બુકિંગ સમયે ગાઇડલાઇન્સની માહિતી આપવામાં આવશે.

તેજસ એક્સપ્રેસ 2 રૂટ પર દોડશે
અત્યારે તેજસ એક્સપ્રેસ બે રૂટ પર કાર્યરત છે. આ રૂટ દિલ્હી-લખનઉ અને મુંબઇ-અમદાવાદ છે. તેજસ એક્સપ્રેસ 4 ઓક્ટોબર 2019ના રોજ લખનઉ-દિલ્હી રૂટ પર ચલાવવામાં આવી હતી. તેમજ, તેજસ એક્સપ્રેસ ચાલુ વર્ષે 19 જાન્યુઆરીએ અમદાવાદ-મુંબઇ રૂટ પર શરૂ કરવામાં આવી હતી.

ટાઇમિંગ

 • લખનઉ-દિલ્હી રૂટ પર આ ટ્રેન લખનઉથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 12:25 વાગ્યે દિલ્હી પહોંચશે. આ ટ્રેન બપોરે 3:35 વાગ્યે દિલ્હીથી ઉપડશે અને રાતે 10:05 વાગ્યે લખનઉ પહોંચશે.
 • મુંબઇ અમદાવાદ રૂટ ઉપર દોડતી આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3:40 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. અમદાવાદથી આ ટ્રેન સવારે 6:40 વાગ્યે ઉપડશે અને બપોરે 1:10 વાગ્યે મુંબઇ પહોંચશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો