રેલવે / પશ્ચિમ રેલવે બાન્દ્રાથી જયપુર-બિકાનેર માટે 3 સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Western Railway to run 3 special trains from Bandra to Jaipur-Bikaner

  • બિકાનેર જતી ટ્રેન હવે અમદાવાદ ઊભી રહેશે
  • બાન્દ્રા - જયપુર સ્પેશિયલ ટ્રેન બાન્દ્રાથી 24 ફેબ્રુઆરીએ બપોરે 3.35 કલાકે ઉપડી બીજા દિવસે બપોરે 1.10 કલાકે જયપુર પહોંચશે

Divyabhaskar.com

Feb 08, 2020, 12:19 PM IST

ટ્રાવેલ ડેસ્ક. મુસાફરોના ધસારાના ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા બાન્દ્રાથી જયપુર માટે બે તેમજ બાન્દ્રાથી બિકાનેર માટે કુલ 3 સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બાન્દ્રાથી જયપુર વચ્ચે દોડનારી બન્ને ટ્રેનો અમદાવાદ સ્ટેશને ઊભી રહેશે નહીં અને તે વડોદરાથી ઉપડી સીધી સાબરમતી સ્ટેશને ઊભી રહેશે. જ્યારે બિકાનેરની ટ્રેન અમદાવાદ ઊભી રહેશે.

બાન્દ્રા - જયપુર સ્પેશિયલ ટ્રેન બાન્દ્રાથી 24 ફેબ્રુઆરીએ બપોરે 3.35 કલાકે ઉપડી બીજા દિવસે બપોરે 1.10 કલાકે જયપુર પહોંચશે. પરત ફરતા આ ટ્રેન જયપુરથી 25 ફેબ્રુઆરીએ સાંજે 4.10 કલાકે ઉપડી બીજા દિવસે બપોરે 1.30 કલાકે બાન્દ્રા પહોંચશે.

બાન્દ્રા - જયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે બાન્દ્રાથી 28 ફેબ્રુઆરીએ બપોરે 1.05 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 10.30 કલાકે જયપુર પહોંચશે. પરત ફરતા ટ્રેન જયપુરથી 29 ફેબ્રુઆરીએ બપોરે 1.10 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 10.35 કલાકે બાન્દ્રા પહોંચશે.

બાન્દ્રા - બિકાનેર સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ 23 ફેબ્રુઆરીએ બપોરે 3.25 કલાકે ઉપડી બીજા દિવસે સાંજે 4.50 કલાકે બિકાનેર પહોંચશે. પરત ફરતા બિકાનેરથી આ ટ્રેન 24 ફેબ્રુઆરીએ રાતે 9.50 કલાકે ઉપડી બીજા દિવસે રાતે 10.00 કલાકે બાન્દ્રા પહોંચશે. પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવેએ આ જાહેરાત કરી છે.

X
Western Railway to run 3 special trains from Bandra to Jaipur-Bikaner
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી