• Home
  • Lifestyle
  • Travel
  • VISTARA to launch Mumbai Dubai flight service from August 21, return fair at Rs 17,820

ન્યૂ ફ્લાઇટ / VISTARA 21 ઓગસ્ટથી મુંબઈ-દુબઈ વચ્ચે ફ્લાઇટ સેવા શરૂ કરશે, રિટર્ન ફેર 17,820 રૂપિયા

VISTARA to launch Mumbai-Dubai flight service from August 21, return fair at Rs 17,820

Divyabhaskar.com

Aug 03, 2019, 11:36 AM IST

ટ્રાવેલ ડેસ્કઃ વિસ્તારા એરલાઇન મુંબઇથી દુબઈ માટે તેની ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. વિસ્તારાના જણાવ્યા અનુસાર, 21 ઓગસ્ટ, 2019થી મુંબઇથી દુબઈ માટે ડાયરેક્ટ ડેઇલી ફ્લાઇટ શરૂ થશે. આ માટે એરલાઇને પ્રારંભિક રિટર્ન ફેર 17,820 રૂપિયા રાખ્યો છે. મુસાફરો અત્યારથી જ આ તારીખ માટે બુકિંગ કરાવી શકે છે. આ વિસ્તારાનું બીજું ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન હશે.

આ શિડ્યુલ રહેશે

  • વિસ્તારા ફ્લાઇટ નંબર UK 201 મુંબઈથી 21 ઓગસ્ટના રોજ સાંજે 4:25 વાગ્યે ઉપડશે અને 6:15 વાગ્યે દુબઇ પહોંચી જશે.
  • એ જ રીતે, 21 ઓગસ્ટે દુબઇથી ફ્લાઇટ નંબર UK 202 ત્યાં સાંજે 7:15 વાગ્યે ઉડાન કરશે અને મુંબઇ પહોંચશે.
  • આ યાત્રામાં પેસેન્જર Airbus A320neo એરક્રાફ્ટમાં મુસાફરી કરશે. તેમાં બિઝનેસ, પ્રીમિયમ ઇકોનોમી અને ઇકોનોમી ક્લાસ હશે.

ટિકિટ બુકિંગ શરૂ થયું
મુસાફરો ટાટા જૂથ અને સિંગાપોર એરલાઇન્સની આ જોઇન્ટ એરલાઇન વિસ્તારાથી અત્યારથી જ દુબઇ-મુંબઇ રૂટ પર ટિકિટ બુક કરાવી શકે છે. તમે એરલાઇન્સની વેબસાઇટ www.airvistara.com, iOS અને Android મોબાઇલ એપ્લિકેશન્સ, ઓનલાઇન ટ્રાવેલ એજન્સીઓ (OTAs) અને ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ કરાવી શકો છો. એરલાઇને મુંબઇ-દુબઇ-મુંબઇ માટે પ્રારંભિક ભાડું 17,820 રૂપિયા નક્કી કર્યું છે. આમાં તમામ કરનો સમાવેશ થાય છે.

X
VISTARA to launch Mumbai-Dubai flight service from August 21, return fair at Rs 17,820
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી