તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ ફ્લાઇટ:વિસ્તારા મુંબઈ-લંડન વચ્ચે નવી ફ્લાઇટ શરૂ કરી રહી છે, રાઉન્ડ ટ્રીપ માટે 46,799 રૂપિયા ચૂકવવા પડશે

8 મહિનો પહેલા
  • વિસ્તારા પહેલેથી જ બોઇંગ 787-9 ડ્રીમલાઇનર વિમાનની સર્વિસ દિલ્હી-લંડન રૂટ પર આપી રહી છે
  • અગાઉ 5 નવેમ્બરના રોજ દિલ્હીથી બાંગ્લાદેશ માટે પણ ફ્લાઇટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી

એરલાઇન કંપની વિસ્તારા 16 જાન્યુઆરીથી મુંબઇથી લંડન વચ્ચે ફ્લાઇટ સર્વિસ શરૂ કરશે. તાજેતરમાં જ કંપનીએ આ વિશે માહિતી આપીને જણાવ્યું હતું કે, આ રૂટ પર બોઇંગ 787-9 ડ્રીમલાઈનર વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. વિસ્તારા પહેલેથી જ દિલ્હી-લંડન રૂટ પર બોઇંગ 787-9 ડ્રીમલાઈનર વિમાનની સેવા આપી રહી છે.

કેટલું ભાડું ચૂકવવું પડશે?

  • વિસ્તારાએ આ રૂટ પર રાઉન્ડ ટ્રીપ એટલે કે મુંબઇ-લંડન-મુંબઇનું ભાડું 46,799 રૂપિયા નક્કી કર્યું છે. લંડનથી રાઉન્ડ ટ્રીપ એટલે કે લંડન-મુંબઇ-લંડન માટે ભાડું 439 પાઉન્ડ રહેશે.
  • અગાઉ દિલ્હીથી દોહા વચ્ચે આ એરલાઇન શરૂ થઈ હતી
  • વિસ્તારાએ અગાઉ ગત સપ્તાહે દિલ્હીથી દોહા અને દિલ્હીથી બાંગ્લાદેશ વચ્ચે 5 નવેમ્બરના રોજ ફ્લાઇટ શરૂ કરી હતી. કંપની સતત ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરી રહી છે.

એર-બબલ કરાર હેઠળ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સંચાલન થઈ રહ્યું છે
કોરોના રોગચાળાને કારણે માર્ચથી ભારતમાં શિડ્યૂલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે. પરંતુ ભારતે જુલાઈમાં આ દેશોમાં સ્પેશિયલ પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરવા માટે અન્ય 17 દેશો સાથે એર-બબલ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

23 માર્ચથી કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર પ્રતિબંધ લાગ્યો છે
ડાયરેક્ટરોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કોરોના રોગચાળાને કારણે 31 ડિસેમ્બર સુધી તમામ પ્રકારની કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ હેઠળ ભારતથી અન્ય દેશોમાં જનારી કોમર્શિયલ ફ્લાઇટ્સ પર જ નહીં પણ અન્ય દેશોમાઁથી આવતી કોમર્શિયલ ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેલામાં આવ્યો છે. આ વર્ષે કોરોના રોગચાળાને કારણે કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ 23 માર્ચથી સ્થગિત કરવામાં આવી છે.

એર બબલ અગ્રીમેન્ટ શું છે?
આ અંતર્ગત બે દેશોના વેલિડ વિઝાવાળા પેસેન્જર કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગર એકબીજાના દેશમાં જઈ શકે છે. તેમાં મુખ્યત્ત્વે સરકારી એરલાઇન્સ દ્વારા મુસાફરી કરનારા મુસાફરોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મુસાફર કેનેડા જવા માગે તો તેણે એર ઈન્ડિયા અથવા બીજા દેશની સરકારી એરલાઇનને પ્રાથમિકતા આપવી પડશે. આ અંતર્ગત વિદેશમાં વસતા ભારતીયો (OCI) દેશમાં પાછા આવી શકે છે. અગ્રીમેન્ટમાં સામેલ દેશના નાગરિકો બિઝનેસ, મેડિકલ અથવા એમ્પ્લોઈ વિઝા પર ભારત આવી શકે છે.