• Home
  • Lifestyle
  • Travel
  • Vistara could resume international flights by the end of the year, with the company flying at 40 per cent capacity in domestic

ફ્લાઈટ સર્વિસ / વિસ્તારા વર્ષના અંત સુધીમાં ફરીથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરી શકે છે, ડોમેસ્ટિકમાં કંપની 40 ટકા ક્ષમતાની સાથે ઉડાન ભરી રહી છે

Vistara could resume international flights by the end of the year, with the company flying at 40 per cent capacity in domestic
X
Vistara could resume international flights by the end of the year, with the company flying at 40 per cent capacity in domestic

  • કોરોનાવાઈરસના વધતા કેસોની વચ્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સર્વિસ પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ છે
  • કંપનીએ કહ્યું કે, આ બધા માટે મુશ્કેલ સમય છે. અમે કેટલાક રૂટ પર ભાડું નક્કી કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર

Jul 07, 2020, 10:51 AM IST

એરલાઈન્સ કંપની વિસ્તારા આ વર્ષના અંત સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ફરીથી શરૂ કરી શકે છે. એરલાઈન્સના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, એરલાઈને વર્ષના ત્રીજા અથવા ચોથા ક્વાર્ટરમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ ફરીથી શરૂ કરવાની યોજના બનાવી છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, એરલાઈન્સ દેશમાં ફ્લાઈટ્સ શરૂ કરવાના નિર્ણયની સમીક્ષા કરી રહી છે.

31 જુલાઈથી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ છે
કોરોનાવાઈરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેશનલ ફ્લાઈટ સર્વિસ પર 31 જુલાઇ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાવાઈરસની મહામારીને કારણે ભારતે 23 માર્ચથી ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે. તે ઉપરાંત ડોમેસ્ટિક ફ્લાઈટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ ગત 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઈટ સર્વિસ માટે કોરોના સાથે જોડાયેલી ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી હતી.

મુંબઈ અને પટના જેવા રૂટ પર સારા લોડ ફેક્ટર મળી રહ્યા છે
વિસ્તારાના જણાવ્યા પ્રમાણે, ડોમેસ્ટિક ટ્રાવેલમાં ટીયર વન અને ટૂ સિટીઝની સારી માંગ છે. એરલાઈન્સને મુંબઈ અને પટના જેવા રૂટ પર સારા લોડ ફેક્ટર મળી રહ્યા છે.આ સમયે વિસ્તારા 35થી 40 ટકા ઉડાન ભરી રહી છે. એરલાઇન્સ તેની ક્ષમતાના આશરે 25-30 ટકા કામ કરી રહી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સમય બધા માટે મુશ્કેલ છે. અમે કેટલાક રૂટ્સ પર ભાડું નક્કી કરી રહ્યા છીએ, જ્યાં અમે ઉડાન શરૂ કરી શકીએ છીએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી