હવાઈ મુસાફરી / વિસ્તારા એરલાઈન્સે મુંબઇથી કોલંબો સુધીની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરી 

Vistara Airlines launches direct flight service from Mumbai to Colombo

  • ફ્લાઈટનું સંચાલન  Airbus A320neo વિમાન દ્વારા કરવામાં આવી રહ્યું છે
  • ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસ, ઈકોનોમી ક્લાસ અને પ્રીમિયમ ક્લાસ મળશે
  • મુંબઈથી આ ફ્લાઈટ સવારે 11 કલાકે ઉપડશે અને બપોરે અંદાજે 1.25 કલાકે  કોલંબો પહોંચશે

Divyabhaskar.com

Nov 25, 2019, 01:17 PM IST

ટ્રાવેલ ડેસ્ક. વિસ્તારા એરલાઈન્સે સોમવારથી મુંબઈથી કોલંબોની સીધી ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. આ ફ્લાઈટનું સંચાલન Airbus A320neo વિમાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસ, ઈકોનોમી ક્લાસ અને પ્રીમિયમ ક્લાસ મળશે.

ફ્લાઈટનો સમય

મુંબઈથી આ ફ્લાઈટ સવારે 11 કલાકે ઉપડશે અને બપોરે અંદાજે 1.25 કલાકે કોલંબો પહોંચશે. રિટર્નમાં કોલંબોથી આ ફ્લાઈટ 2.25 કલાકે ઉપડશે અને સાંજે 05 કલાકે મુંબઈ પહોંચશે. ટિકિટનું બુકિંગ વિસ્તારાની એરલાઈન્સ વેબસાઈટ airvistara.com દ્વારા, એપ દ્વારા અને કંપનીના અધિકૃત એજન્ટો દ્વારા કરાવી શકાય છે.

આ મહિને શરૂ થઈ હતી દિલ્હીથી તિરુવનંતપુરમની ફ્લાઈટ
વિસ્તારાએ દિલ્હી અને તિરુવનંતપુરમની વચ્ચે આ મહિને ફ્લાઈટ શરૂ કરી છે. એરલાઇને દક્ષિણ ભારતમાં તેનું નેટવર્ક વિસ્તૃત કરવામાં માટે 9 નવેમ્બરે દૈનિક ફ્લાઇટ સર્વિસ 9 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં તેના નેટવર્કને વિસ્તૃત કરીને શરૂ કરી હતી.

X
Vistara Airlines launches direct flight service from Mumbai to Colombo

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી