તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Vistara Airlines Extends A Helping Hand, Doctors And Nursing Staff To Get Free Tickets

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશંસનીય પહેલ:વિસ્તારા એરલાઈને મદદ માટે હાથ લંબાવ્યો, ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને ફ્રીમાં ટિકિટ મળશે

14 દિવસ પહેલા

દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. આ મુશ્કેલ સમયમાં એરલાઈન કંપની વિસ્તારાએ એક શાનદાર પહેલ શરૂ કરી છે. કંપનીએ સરકારી હોસ્પિટલોમાં કામ કરી રહેલા ડૉક્ટર્સ અને નર્સને સમગ્ર દેશમાં ક્યાંય પણ જવા માટે વિસ્તારા ફ્રીમાં મુસાફરી કરાવવાની જાહેરાત કરી છે. વિસ્તારાએ મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનને પત્ર લખીને આ ઓફર વિશે માહિતી આપી છે.

કંપનીએ શું કહ્યું છે?
વિસ્તારાએ સિવિલિ એવિએશન મિનિસ્ટ્રીને એક પત્ર લખ્યો છે, જેમાં કંપનીની તરફથી કહેવામાં આવ્યું છે, કે તેઓ કોરોનાની લડાઈમાં એક સાર્થક ભૂમિકા નિભાવવા માગે છે. કંપનીએ કહ્યું કે, તેઓ ફ્રન્ટ લાઈન વર્કર્સને ફ્રીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની સુવિધા આપવા માગે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમને ખુશી થશે જો અમને અમારા ડૉક્ટર અને નર્સોને ફ્રીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરી શકીએ. કામ પૂરું થયા બાદ તેમને ફરીથી તેમની જગ્યાએ ફરીથી છોડવાની જવાબદારી પણ અમે લઈ શકીએ છીએ. વિસ્તારાએ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે, સીટોની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખતા અમે તબીબી વ્યવસાયિકોને જે પહેલા આવશે તેમને પહેલા સીટ મળશે.

એરપોર્ટ પર ધ્યાન રાખવામાં આવશે
કોરોનાને અટકાવવા માટે હવે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન પણ સખ્તાઇભર્યા પગલા લઈ રહ્યું છે. ડાયરેક્ટર જનરલે ચેતવણી જારી કરી છે કે જો એરપોર્ટ પર કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા કોઈ પકડાશે તો દંડ ફટકારવામાં આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો