તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિશાખાપટ્ટનમ અને અરાકુની વચ્ચે વિસ્ટાડોમ કોચવાળી ટ્રેન શરૂ, યાત્રીઓની મુસાફરી યાદગાર બનશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોચની છત અને બારીઓ મોટા પારદર્શી કાચથી બનેલી છે
  • આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે પેસેન્જર દીઠ 670 રૂપિયા ચૂકવવા પડશે
  • કોચમાં લગાવવામાં આવેલી સીટો 360 ડિગ્રી સુધી ફરી શકે છે

ટ્રાવેલ ડેસ્ક. ઈન્ડિયન રેલવેએ વિશાખાપટ્ટનમ અને અરાકુની વચ્ચે મુસાફરીને યાદગાર બનાવવા માટે ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ લગાયા છે. આ કોચની છત અને બારીઓ મોટા પારદર્શી કાચથી બનેલી છે, જેનાથી ત્યાંની પ્રકૃતિના સુંદર દૃશ્યોને જોતા જોતા પેસેન્જર યાત્રાનો અનુભવ કરી શકશે. વિશાખાપટ્ટનમથી અરાકુ ઘાટી પર્વત સ્ટેશન વચ્ચેનું અંતર 128 કિલોમીટર છે. ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં તૈયાર આ કોચને બનાવવામાં 3.38 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે પેસેન્જર દીઠ 670 રૂપિયા ચૂકવવા પડશે.

360 ડિગ્રી સુધી સીટો ફેરી શકે છે 
40 સીટોવાળા આ કોચની વિશિષ્ટતા એ છે કે, તેમાં લગાવવામાં આવેલી સીટો 360 ડિગ્રી સુધી ફરી શકે છે. જેનાથી મુસાફરો સારી રીતે પ્રકૃતિના સુંદર દૃશ્યો જોઈ શકે છે. આ કોચની છત પણ કાચથી બનેલી છે. કોચમાં દિવ્યાંગ લોકો માટે સાઈડ ડોર પણ ઉપલબ્ધ છે. સાથે કમ્પાર્ટમેન્ટમાં ઓટોમેટિક દરવાજા પણ લગાવવામાં આવેલા છે. દરેક કોચમાં LED લાઈટ લાગેલી છે. તે ઉપરાંત મુસાફરો સુધી ઝડપી માહિતી પહોંચાડવા માટે જીપીએસ આધારિત ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કાલકા-શિમલા રૂટ પર હિમ દર્શન એક્સપ્રેસનું સંચાલન શરૂ કરવામાં આવ્યું
કાલકા-શિમલા રૂટ પર વિસ્ટાડોમ કોચવાળી હિમ દર્શન એક્સપ્રેસ (52459/52460) ડિસેમ્બરથી દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનમાં સાત કોચ છે. તેમાંથી ફર્સ્ટ ક્લાસ કેટેગરીના 6 વિસ્ટાડોમ કોચ છે. એક ફર્સ્ટ ક્લાસ સિટિંગ કમ લગેજ કોચ છે. એક કોચમાં 15 મુસાફરો જ યાત્રા કરી શકે છે, જ્યારે સિટિંગ ક્લાસની ક્ષમતા 14 છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો