મુસાફરી / 'વાઇકિંગ સન' ક્રૂઝ આઠ મહિનાની વર્લ્ડ ટૂર પર રવાના, 51 દેશોના 111 પોર્ટ પરથી પસાર થશે

'Viking Sun' cruise departs on 111-month ports on eight-month world tour

  • વાઈકિંગ સન નામનું ક્રૂઝ રવિવારે લંડનથી રવાના થયું
  • 2 મે 2020ના રોજ આ યાત્રા લંડનમાં પૂરી થશે, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવશે
  • ક્રૂઝની સૌથી સસ્તી ટિકિટ 59 લાખ અને સૌથી મોંઘી ટિકિટ 1.7 કરોડ રૂપિયા છે

Divyabhaskar.com

Sep 01, 2019, 05:22 PM IST

ટ્રાવેલ ડેસ્ક. 'વાઇકિંગ સન' નામનું ક્રૂઝ રવિવાર (પહેલી સપ્ટેમ્બર)ના રોજ આઠ મહિનાની વર્લ્ડ ટૂર પર રવાના થયું છે. ક્રૂઝ 245 દિવસની સૌથી લાંબી યાત્રા દરમિયાન 51 દેશોના 111 પોર્ટથી પસાર થશે. 2 મે 2020માં લંડન પરત ફરીને આ યાત્રા પૂરી થશે એવું અનુમાન છે. આ ક્રૂઝના પ્રવાસીઓ 23 શહેરોમાં આખી રાત જમીન પર રોકાશે. તેમાં મુંબઈ શહેર પણ સામેલ છે. આ ક્રૂઝની સૌથી સસ્તી ટિકિટ 59 લાખ (66,990 પાઉન્ડ) રૂપિયા છે. સૌથી મોંઘી ટિકિટ 1.7 કરોડ (1,94, 390 પાઉન્ડ) રૂપિયાની છે. આઠ મહિનાની આટલી લાંબી મુસાફરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવશે. 245 દિવસની મુસાફકી માટે 54 લોકોએ કરાર કર્યો છે. તેમાંથી 4 યુકેના છે.

ક્રૂઝ 1,03,156 કિમીની મુસાફરી કરશે

આ ક્રૂઝ એન્ટાર્કટિકા સિવાય લગભગ તમામ ખંડોમાંથી પસાર થશે. તેમાં ક્લાસિકલ સંગીતકારના બેન્ડની સાથે હિસ્ટ્રી, આર્ટ્સ અને કુકિંગના લેક્ચર્સ પણ હશે. આ ક્રૂઝ પર મુસાફરી કરનારાઓને વિશ્વના દરેક ખૂણાની પ્રખ્યાત વાનગીઓ ખાવા મળશે. શિપમાં આઠ પ્રકારના રેસ્ટોરાં છે, જેમાં ક્રૂઝના પ્રવાસીઓ પોતાની મનપસંદનું ફૂડ લઈ શકશે.

મુસાફરોના ઉપયોગ માટે બે પુલ છે, જ્યાંથી સમુદ્ર જોઈ શકાય છે. આ ઉપરાંત મહેમાનો થર્મલ સ્પાની સાથે સ્નો ગ્રોટોની પણ મજા લઈ શકશે. આ શિપમાં પાંચ કેટેગરીના રૂમ છે. સૌથી નાનો રૂમ 270 સ્કેવર ફૂટનો છે. પ્રીમિયમ રૂમમાં કિંગ સાઈઝ બેડથી લઈને તમામ પ્રકારની સુવિધા છે.

મુસાફરી દરમિયાન ક્રૂઝ પર 40 હજાર રૂમ સર્વિસ મીલ, 2 લાખ 50 હજાર પાણી બોટલ, 10 હજાર બબ્લી બોટલ, 90 હજાર વાઈન બોટલ, 60 હજાર પ્રકારનું ભોજન, 9 લાખ ઈંડા, 5 હજાર આઈસક્રીમ બાર, 1 લાખ ટોયલેટ પેપર રોલનો ઉપયોગ થશે.

ક્રૂઝની લંબાઈ 745 ફૂટ છે. પહોળાઈ 94 ફૂટ છે. ક્રૂ મેમ્બર્સ 480 છે. 8 પ્રકારની રેસ્ટોરાં છે. ક્રૂઝને 2017માં બનાવવામાં આવી હતી. તેમાં 930 પેસેન્જર મુસાફરી કરી શકે છે. ક્રૂઝની સ્પીડ 20 નોટ સુધીની છે.

વાઇકિંગ સન ક્રૂઝ શિપ પહેલાં પણ વિશ્વના બે ચક્કર લગાવી ચૂક્યું છે પરંતુ આ વખતે ગત ટૂર કરતાં મુસાફરી બે ગણી લાંબી છે. વર્લ્ડ ટૂર ગેસ્ટ્સને પોતાના પેક-અનપેક સામાન વગર સમગ્ર વિશ્વમાં ફરવાની તક આપશે. આ ટૂર પર સારી જગ્યાઓ જોવાની તક મળશે.

ગ્રીનવિચ બાદ ક્રૂઝ ડોવર, લિવરપૂલ, હોલીહેડ, બેલફાસ્ટ, ઉલાપાપુલ, કિર્કવાલ, એડિનબર્ગ, ઈન્વેર્ગોર્ડન અને લેરવિકમાં રોકાશે અને બ્રિટીશ ટાપુઓ પરથી પસાર થશે. મુસાફરીનું પહેલું સ્ટોપ નોર્વેનું બર્ગન પોર્ટ પહોંચતાની સાથે જ સ્કેન્ડિનેવિયા સુધીની મુસાફરી ચાલુ રહેશે.

X
'Viking Sun' cruise departs on 111-month ports on eight-month world tour
'Viking Sun' cruise departs on 111-month ports on eight-month world tour
'Viking Sun' cruise departs on 111-month ports on eight-month world tour
'Viking Sun' cruise departs on 111-month ports on eight-month world tour
'Viking Sun' cruise departs on 111-month ports on eight-month world tour
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી