• Home
  • Lifestyle
  • Travel
  • Under the 'udan yojna', IndiGo will start new flights on 6 routes by the end of February

ન્યૂ ફ્લાઇટ / ‘ઉડાન યોજના’ હેઠળ ઇન્ડિગો 6 રૂટ પર ફેબ્રુઆરી અંત સુધીમાં નવી ફ્લાઇટ્સ શરૂ કરશે

Under the 'udan yojna', IndiGo will start new flights on 6 routes by the end of February

Divyabhaskar.com

Jan 04, 2020, 12:00 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ ઈન્ડિગો એરલાઇને શુક્રવારે જાહેરાત કરી કે, તે આવતા 2 મહિનામાં 6 નવા રૂટ ઉપર ડેઇલી ફ્લાઇટ શરૂ કરશે. આ ફ્લાઇટ કેન્દ્ર સરકારની પ્રાદેશિક જોડાણ યોજના હેઠળ શરૂ કરવામાં આવશે. આ ફ્લાઇટ્સ પ્રયાગરાજ-ગોરખપુર, આઈઝોલ-અગરતલા અને વારાણસી-ભુવનેશ્વર માટે હશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં તમામ ફ્લાઇટ પ્લાન હેઠળ કરન્ટ એર રૂટની સંખ્યા 194 છે, તેથી આ માર્ગો પર ફ્લાઇટ સર્વિસ શરૂ થયા પછી આ આંકડો 200ને પાર કરી નાખશે.

ઈન્ડિગોએ કહ્યું કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં તે કોલકાતા-ગોરખપુર, ગોરખપુર-કોલકાતા, કોલકાતા-પટણા, પટણા-કોલકાતા, ગુવાહાટી-કોલકાતા, આઇઝોલ-ગુવાહાટી, ગુવાહાટી-આઈઝોલ, વારાણસી-ગુવાહાટી અને ગુવાહાટી-વારાણસી જેવા માર્ગો પર ડેઇલી ફ્લાઇટ્સ શરૂ કરશે. જો કે, આ ફ્લાઇટ્સ ‘ઉડાન યોજના’ હેઠળ નહીં રહે.

21 ઓક્ટોબર 2016ના રોજ યોજના શરૂ થઈ હતી
કેન્દ્ર સરકારે હવાઈ જોડાણને પ્રોત્સાહન આપવા અને સામાન્ય લોકોને હવાઈ મુસાફરી પોસાય તે માટે 21 ઓક્ટોબર, 2016ના રોજ ઉડાન માટે પ્રાદેશિક સંપર્ક યોજના (ઉડે દેશનો આમ નગરિક)ની શરૂઆત કરી હતી.

X
Under the 'udan yojna', IndiGo will start new flights on 6 routes by the end of February

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી