શરૂઆત / ઉબરે હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ લોન્ચ કરી, 30 કિમીની સફર માટે 14 હજાર રૂપિયાનો ચાર્જ

UBER First helicopter taxi service started between menton to JFK

  • અમેરીકામાં પહેલી રાઇડ ન્યૂયોર્કના મેનહટનથી જેકેએફ વચ્ચે શરૂ કરાઇ છે
  • ઉબર ટૂંક સમયમાં અમેરીકાના અન્ય શહેરોમાં પણ હેલિકોપ્ટર સર્વિસ લોન્ચ કરશે

Divyabhaskar.com

Jul 11, 2019, 09:17 AM IST

ટ્રાવેલ ડેસ્ક. અમેરીકાની રાઇડ શેરિંગ કંપની ઉબરે તેની પહેલી હેલિકોપ્ટર સર્વિસ લોન્ચ કરી છે. પહેલી રાઇડ ન્યૂયોર્કના મેનહટનથી જેકેએફ સુધી શરૂ કરાઇ છે. આ બે સ્થળો વચ્ચે રોડ મારફતે આશરે 30 કીલોમીટરનું અંતર થાય છે. હેલિકોપ્ટરથી આ અંતર કાપવા માટે 200 ડોલર (આશરે રૂપિયા 14000) ચૂકવવાના રહેશે. ઉબર ટૂંક સમયમાં અમેરીકાના અન્ય શહેરોમાં પણ હેલિકોપ્ટર સર્વિસ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. હેલિકોપ્ટર રાઇડ ઉબરના પ્લેટિનમ અને ડાયમંડ સભ્યો માટે ઉપલબ્ધ રહેશે.

X
UBER First helicopter taxi service started between menton to JFK
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી