• Home
  • Lifestyle
  • Travel
  • Train tickets can be booked with less money by availing 'Zero Payment Gateway Charges'

બચત / 'ઝીરો પેમેન્ટ ગેટવે ચાર્જ' નો લાભ લઈને ઓછા પૈસાથી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકાય છે  

Train tickets can be booked with less money by availing 'Zero Payment Gateway Charges'

  •  IRCTCની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરવા માટે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરીને પેસેન્જ પૈસા બચાવી શકે છે
  • ઝીરો પેમેન્ટ ગેટવે ચાર્જનો ફાયદો ઉઠાવવો
  • જે ટ્રેન, ક્લાસ અને ક્વોટામાં ટિકિટ બુક કરવાની છે તેના પર સિલેક્ટ કરીને  Book Now પર ક્લિક કરવું

Divyabhaskar.com

Nov 28, 2019, 03:51 PM IST

ટ્રાવેલ ડેસ્ક. જો તમે ક્રિસમસની રજાઓ પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ અને ટ્રેનની ટિકિટ બુક કરાવવાના હોય તો તમારા માટે અગત્યના સમાચાર છે. કેમ કે ટ્રેનની ટિકિટ બુક કરાવવાની સાથે તમે પૈસા પણ બચાવી શકશો. હકીકતમાં ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા આપતી ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝન કોર્પોરેશન (IRCTC) એ ટ્વીટ કરીને જાણકારી આપતા જણાવ્યું કે, IRCTCની વેબસાઈટ www.irctc.co.in પરથી ટિકિટ બુક કરવા માટે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરીને પેસેન્જ પૈસા બચાવી શકે છે.

ઝીરો પેમેન્ટ ગેટવે ચાર્જનો ફાયદો ઉઠાવવો
મુસાફરો ડેબિટ કાર્ડથી ટિકિટ બુકિંગની ચુકવણી પર ' ઝીરો પેમેન્ટ ગેટવે ચાર્જ ' મેળવી શકશે . એટલે કે ડેબિટ કાર્ડ યુઝર પર આ ચાર્જ નહીં લાગે.

ટ્રેનની ટિકિટ બુક કરવા માટે સૌથી પહેલા IRCTCની વેબસાઈટ www.irctc.co.in પર જવાનું. અહીં લોગઈનો ઓપ્શન દેખાશે. લોગઈન કરવા માટે તમારે રજીસ્ટર આઈડીની જરૂર પડશે. જો ન રજીસ્ટર આઈડી ન હોય તો પહેલા રજીસ્ટર ઓપ્શન પર ક્લિક કરીને પોતાનું આઈડી બનાવવાનું રહેશે. તેના માટે મોબાઈલ નંબર, નામ, ઈમેલ આઈડી અને એડ્રેસ જેવી પર્સનલ ડિટેલ્સ આપવી પડશે. જો પહેલાથી લોગઈન આઈડી છે તો યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગઈન કરો.

લોગઈન બાદ ‘Book Your Ticket’માં યાત્રાની ડિટેલ ભરવી. ત્યારબાદ તારીખ સિલેક્ટ કરીને Find Trains પર ક્લિક કરવું. હવે તમારી સામે બંને સ્ટેશનની વચ્ચે દોડનારી તમામ ટ્રેનોનું લિસ્ટ આવશે. Check Availability & Fare ઓપ્શનની સાથે સ્લીપર ક્લાસ, થર્ડ એસી, 2એસી ટિયર, એસી ફર્સ્ટ ક્લાસ, એસી ચેરકાર અને એક્ઝિક્યૂટીવ ચેરકારનું ઓપ્શન મળશે. અહીં ક્વોટા માટે પણ ઓપ્શન મળશે, જેમ કે, જનરલ, સીનિયર સિટીઝન, લેડીઝ, દિવ્યાંગ, તત્કાલ અને પ્રીમિયમ તત્કાલ જેવા ઓપ્શન દેખાશે. સાથે ભાડા વિશે પણ જાણકારી મળશે.

જે ટ્રેન, ક્લાસ અને ક્વોટામાં ટિકિટ બુક કરવાની છે તેના પર સિલેક્ટ કરીને Book Now પર ક્લિક કરવું ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે, જેમાં પેસેન્જરનું નામ, ઉંમર, જેન્ડર, મોબાઈલ નંબર સહિત અન્ય માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ કેપ્ચા ભરીને Continue Booking પર ક્લિક કરવાનું રહેશે.

X
Train tickets can be booked with less money by availing 'Zero Payment Gateway Charges'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી