મોન્સૂન ટ્રાવેલ / વરસાદી વાતાવરણમાં લો ભારતના આ દિલધડક વોટરફોલ્સની મુલાકાત

top most wonderfull rainy waterfall in India

Divyabhaskar.com

Jul 06, 2019, 10:56 AM IST

ટ્રાવેલ ડેસ્કઃ તમે પણ વરસાદમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો ચોમાસાની સિઝનમાં દરિયા કિનારા અને પહાડો કરતાં ભારતમાં આવેલા આ વોટરફોલ્સ ક્યાંય વધુ જોવાલાયક બની રહે છે. ઉંચાઇએથી નીચે પછડાતાં પાણીનો અવાજ સાંભળીને તમને જરૂરથી મજા આવશે. વરસાદી વાતાવરણમાં ભારતના વોટરફોલ્સ જોવાનો અનુભવ આહલાદક છે. જેને જોઈને તમારા મનને શાંતિ મળે છે અને અહીંથી ઘરે જવાની ઈચ્છા નથી થતી. ભારતના આ સુંદર વોટરફોલની મજા જરૂરથી માણવા જેવી છે. જાણો ભારતમાં આવેલા વોટરફોલ વિશે માહિતી.

દૂધસાગર વોટરફોલ્સ, ગોવા

વરસાદી સિઝનમાં ગોવામાં આવેલા દૂધ સાગર ધોધ ખુબ સુંદર લાગે છે, જે મંડોવી નદીમાંથી વહે છે. 1017 ફૂટની ઊંચાઈ ધરાવતો આ ધોધ ભારતના સૌથી ઊંચા ધોધમાં પાંચમા નંબરે આવે છે. આ વોટરફોલને 'સી ઓફ મિલ્ક' એટલે દૂધનો સમુદ્ર પણ કહેવામાં આવે છે. આ વોટરફોલ જંગલોથી ઘેરાયેલો છે. આ ધોધની બીજી ઓળખ એ કે શાહરુખ ખાન-દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના એક સીનનું શૂટિંગ અહીં થયેલું. આ ધોધની મુલાકાત લેવા માટે પણજીથી બસ-ટેક્સી મળી રહે છે. ત્યારબાદ ફોરેસ્ટ ખાતાની ગાડીઓ ધોધ સુધી લઈ જાય છે.


જોગ વોટરફોલ્સ મહારાષ્ટ્ર

જોગ વોટરફોલ્સ મહારાષ્ટ્ર અને કર્ણાટકની સીમા પર શરાવતી નદી પર છે. આ ધોધ 250 મીટરની ઉંચાઈ પરથી પડે છે. તે ‘ગેરસપ્પા’ નામથી પણ ઓળખાય છે. પશ્ચિમ ઘાટની પર્વતમાળામાંથી આ ધોધ વહે છે. શ્રાવથી નદી 4 ધોધ બનાવે છે- રાજા, રાણી, રોવર અને રોકેટ. આ 4 ધોધ મળીને ગ્રેટ વોટરફોલ્સ ‘જોગ ફોલ્સ’ બનાવે છે. ચોમાસામાં આ ધોધનો ધસમસતો પ્રવાહ અનેકગણો વધી જાય છે. અહીં ધોધના ફોર્સથી જળવિદ્યુત પણ ઉત્પન્ન કરવામાં આવે છે.

ચિત્રકોટ વોટરફોલ્સ, છત્તીસગઢ
છત્તીસગઢમાં આવેલો ચિત્રકોટ ધોધ 0.75 કિમી લાંબો અને 90 ફીટ ઊંચો છે. તેની ખાસિયત છે કે પાણીના પ્રવાહ પ્રમાણે તેના કદમાં વધારો-ઘટાડો થતો રહે છે. વરસાદની સિઝનમાં જોવાની મજા કંઈક અલગ છે. આ ધોધ છત્તીસગઢમાં આવેલા નીયાગ્રાની ઈન્દ્રાવતી નદીમાં જગદલપુર પાસે પડે છે. પાણીના જથ્થા અને ઘોડાની નાળ જેવા આકારને કારણે આ ધોધને ભારતનો નાયેગ્રા ધોધ પણ કહે છે.

X
top most wonderfull rainy waterfall in India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી