ઝંસ્કાર ફેસ્ટિવલ:લદ્દાખની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વાનગીઓનો સાચો અરીસો છે આ ઉત્સવ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

તમારા કેલેન્ડરમાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાને બ્લોક કરીને રાખજો કારણ કે, લદ્દાખનો ખૂબ જ લોકપ્રિય એવો ‘ઝંસ્કાર ફેસ્ટિવલ’ 29 અને ૩0 સપ્ટેમ્બરના રોજ યોજાવાનો છે. આ બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમ લદ્દાખના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લોકો સમક્ષ પ્રદર્શિત કરવા માટે આયોજીત કરવામાં આવે છે.

"તમે ક્યારેય આ ઝંસ્કાર ફેસ્ટિવલનો ભાગ બન્યા છો? 29 અને 30 સપ્ટેમ્બરના રોજ લદ્દાખના પદુમ ખાતે યોજાનાર આ કાર્યક્રમ તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરવાની તક આપે છે. માહિતી અને જનસંપર્ક વિભાગ, લેહએ ટ્વિટર પર લખ્યું હતું કે, ‘સેવ ધ ડેટ્સ!’

14 સપ્ટેમ્બરના રોજ, લદ્દાખના પર્યટન અને સંસ્કૃતિ વિભાગના સચિવ કચો મહેબૂબ અલી ખાને આ વર્ષે લદ્દાખ ઝાંસ્કર ફેસ્ટિવલના આયોજન સંબંધિત પ્રારંભિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. ladakh.nic.in જણાવ્યા મુજબ ‘આયોજનના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને 2-દિવસીય મહોત્સવના સફળ આયોજન સાથે સંબંધિત વ્યવસ્થા કરવામાં આવી હતી.’

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે,આ ફેસ્ટિવલનો હેતુ લદ્દાખના રંગીન સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ એક રીતે લદ્દાખી સંસ્કૃતિ, પરંપરાઓ, ખાણીપીણી, સ્થાનિક હસ્તકળા અને કળાઓને પ્રદર્શિત કરશે. તેથી, આ મહિનાના અંતમાં લદ્દાખ માટે યોજના બનાવો. આ 2 દિવસની ટ્રિપ તમારા માટે પૈસાવસૂલ હશે.

કારગિલના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તહેવારની વિગતો પર હજી સુધી કામ કરવાનું બાકી છે, પરંતુ આ તહેવારમાં માત્ર લદ્દાખી સંસ્કૃતિને જ દર્શાવવામાં આવશે નહીં પરંતુ પાછલા વર્ષોની ઉજવણી પરથી આપણે ઘોડાની રેસ, તીરંદાજી અને યાક સવારી જેવી પરંપરાગત રમતો જોવાની અપેક્ષા રાખી શકીએ. જો તમે સંસ્કૃતિ અને વારસાના ચાહક હોવ તો આ કાર્યક્રમ તમને એક શ્રેષ્ઠ યાત્રાનો અનુભવ કરાવી શકે છે.

ઝંસ્કાર એ લદ્દાખની છેલ્લી હયાત સાંસ્કૃતિક વસાહતીઓમાંના એક છે. અહી તમે જે અમુક સ્થળોની મુલાકાત લઈ શકો છો તેમાં સાની ગોંપા, કર્શા ગોમ્પા, સ્ટોંગડે મઠ, બર્દાન મઠ, ફુગતાલ ગોમ્પા અને ઝાંગકુલ ગોમ્પાનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં ઝંસ્કાર એ પ્રવાસીઓમાં એટલું લોકપ્રિય નથી સિવાય કે અમુક એડવેન્ચર લવર્સ કે, જે મુશ્કેલ ‘ચદર ટ્રેક’માં ટ્રેકિંગ કરવાનું પસંદ કરે છે, જેને ‘ફ્રોઝન રિવર ટ્રેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તમે અહી પદુમ ડાર્ચા ટ્રેક, લુંગનાક ટ્રેક અને ઝંસ્કાર-શામ વેલી ટ્રેકની મુલાકાત પણ લઈ શકો છો.

ચદર ટ્રેક કે જેને ‘ફ્રોઝન રિવર ટ્રેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે
ચદર ટ્રેક કે જેને ‘ફ્રોઝન રિવર ટ્રેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે