તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દિલ્હીથી પણ નાના છે આ 8 દેશ, એક દિવસમાં ફરી શકાય છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અહીં ફરવા માટે તમને એક દિવસ પણ નહીં થાય
  • ક્ષેત્રફળની દૃષ્ટિએ તે દેશની રાજધાની દિલ્હી કરતા પણ નાના પણ છે

ટ્રાવેલ ડેસ્ક. અત્યારે વિદેશમાં ફરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. એવામાં વધારે વસ્તી હોય એવી જગ્યાઓ જવાનું પર્યટકો ટાળે છે. આજે અમે તમને દુનિયાના એવા દેશો વિશે જણાવીશું જ્યાંની વસ્તી ઓછી હોય છે અને વિસ્તારમાં પણ નાના હોય છે અહીં ફરવા માટે તમને એક દિવસ પણ નહીં થાય. ક્ષેત્રફળની દૃષ્ટિએ તે દેશની રાજધાની દિલ્હી કરતા પણ નાના પણ છે. 

ગ્રેનેડા કેરેબિયન સાગર
તે ત્રિનિદાદ અને ટોબેગોના ઉત્તર પશ્ચિમ, વેનેઝુએલાના ઉત્તર-પૂર્વ અને સેન્ટ વિન્સેન્ટ અને ધ ગ્રેનાઈન્સના દક્ષિણ પશ્ચિમમાં આવેલો છે. 344 વર્ગ કિમીમાં ફેલાયેલ તેદેશમાં અંદાજિત સંખ્યા 110,000 છે અને તેની રાજધાની સેન્ટ જ્યોર્જ છે. 

આઈસ ઓફ મેન
ડગલ્સ એ આ દેશની રાજધાની છે. આ દેશ યુરોપિયન યુનિયનનો સભ્ય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં અંદાજે 84,00 લોકો રહે છે.
 
અંડોરા, પશ્ચિમ યુરોપ
સ્પેનિશ સંસ્કૃતિના જોવાની સાથે તમને અહીંના લોકો મોજ-મસ્તી કરતા જોવા મળશે. અહીંની વસ્તી અંદાજે 76,000 છે. આ જગ્યા બાર્સેલોનાથી ફક્ત 3 કલાકની અંતરે છે.

માલ્ટા, યુરોપ
દેશ 316 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેની સંખ્યા  4,50000 છે. અહીં મુખ્યત્વે અંગ્રેજી અને માલતી ભાષાઓ બોલાય છે. અહીંની સંસ્કૃતિ દુનિયાભરમાં પ્રખ્યાત છે. 
 
સેન્ટ કિટ્સ અને નેવિસ, વેસ્ટ ઇન્ડીઝ
આ બંને આઈલેન્ડને જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. વેસ્ટ ઇન્ડીઝ સંઘમાં લગભગ 24 મુખ્ય ટાપું આવેલા છે અને 220-230ની આસપાસ નાના નાન આઈલેન્ડનો સમાવેશ થાય છે. 

લિક્ટેન્સ્ટાઈન, મધ્ય યુરોપ
પશ્ચિમ યુરોપમાં આવેલ એક નાનો દેશ છે. તે પશ્ચિમ અને દક્ષિણમાં સ્વિટ્ઝરલેન્ડની અને પૂર્વ અને ઉત્તરમાં ઓસ્ટ્રિયાની સરહદ ધરાવતો દેશ છે. આ દેશની વસ્તી લગભગ 35,000 છે. વિસ્તાર ફક્ત 160 ચોરસ કિલોમીટર છે.

મોનાકો, પશ્ચિમ યુરોપ
મોનાકો વિશ્વનો બીજો સૌથી નાનો દેશ છે, જે ફ્રાન્સ અને ઇટાલીની વચ્ચે સ્થિત છે, તેનું મુખ્ય શહેર  મોન્ટે કાર્લો છે.  ફ્રેન્ચ ભાષા અહીં બોલાય છે.વિશ્વના કોઈપણ દેશ કરતાં અહીં કરોડપતિઓ વધુ છે.

વેટિકન સિટી, ઈટલી
તે ઇટાલિયન શહેર રોમમાં છે. તેની સત્તાવાર ભાષા લેટિન છે. અહીં આકર્ષક ચર્ચ, કબરો અને કલાત્મક સંગ્રહાલયો અને પુસ્તકાલયો છે. ઉપરાંત પોપના સત્તાવાર નિવાસસ્થાનનું નામ પણ વેટિકન છે. પર્વત પર સ્થિત આ દેશ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કારણોથી પ્રખ્યાત છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો