સુવિધા / 3 ઓક્ટોબરથી દિલ્હી અને કટરાની વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ થશે

The Vande Bharat Express will start from October 3 between Delhi and Katra

  • આ નવરાત્રી શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જતા યાત્રાળુઓને એક મોટી ભેટ 
  •  ટ્રેન 3 ઓક્ટોબરે નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઉપડશે
  • ​​​​​​​શનિવારે આ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી છેલ્લી ટ્રાયલ માટે રવાના થઈ હતી

Divyabhaskar.com

Sep 29, 2019, 02:49 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ભારતીય રેલવે (Indian Railways) આ નવરાત્રી શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જતા યાત્રાળુઓને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. રેલવેની તરફથી નવરાત્રીમાં નવી દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા માટે વંદે ભારત એક્સપ્રેસ (New Delhi to Katra Vande Bharat Express)શરૂ કરવાની તૈયારી પૂરી થઈ ગઈ છે. આ ટ્રેન 3 ઓક્ટોબરે નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઉપડશે. શનિવારે આ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી છેલ્લી ટ્રાયલ માટે રવાના થઈ હતી.

સવારે 6 વાગે દિલ્હીથી રવાના

ટ્રાયલ માટે ટ્રેન સવારે 6 વાગે નવી દિલ્હી રેલવે સ્ટેશન (Katra Vande Bharat Express)થી કટરા માટે રવાના થઈ. સવારે 8.10 કલાકે અંબાલા સ્ટેશન પર પહોંચી હતી. અહીં બે મિનિટ સ્ટોપ કર્યા બાદ ટ્રેન અંબાલાથી ઉપડી ગઈ. ત્યારબાદ ટ્રેન 9.20 કલાકે અંદાજે લુધિયાના સ્ટેશન પર પહોંચી. જમ્મૂ સ્ટેશન પર આ ટ્રેન લગભગ 12.40 કલાકે પહોંચી ગઈ. કટરા પહોંચવાનો ટ્રેનનો સમય બપોરે બે વાગ્યાનો છે.

રિટર્ન શિડ્યૂલ

રિટર્નમાં ટ્રેન બપોરે 3 વાગે કટરાથી દિલ્હી માટે ઉપડશે. અહીંથી આ ટ્રેન જમ્મૂ સાંજે 4.13 વાગે પહોંચશે. બે મિનિટ ઉભી રહેશે અને ત્યારબાદ ટ્રેન લુધિયાના માટે રવાના થશે. અહીં આ ટ્રેન સાંજે 7.32 વાગે પહોંચશે. આ ટ્રેન રાતે 11 વાગે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચાડશે.

X
The Vande Bharat Express will start from October 3 between Delhi and Katra
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી