ચારધામ યાત્રા:8 જૂનથી ઉત્તરાખંડ સરકાર ચારધામ યાત્રા શરૂ કરશે, પર્યટકોની સંખ્યા મર્યાદિત રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચારધામ યાત્રા શરૂ થતાં પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગોને રાહત મળશે
  • શરૂઆતમાં માત્ર રાજ્યના લોકોને જ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે

કોરોનાવાઈરસના કારણે ભારતમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે પરંતુ તેની સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકડાઉનની જગ્યાએ અનલોક કરવાનો નિર્ણય કર્યો છે, એટલે કે તબક્કાવાર રીતે લોકડાઉનમાં લોકોને રાહત આપવામાં આવશે. તેનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ચારધામ યાત્રા શરૂ થતાં પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગોને રાહત મળશે. સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી મદન કૌશિકના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આઠ જૂનથી ચારધામ યાત્રા શરૂ કરવામાં આવશે. પરંતુ પર્યટકોની સંખ્યા મર્યાદિત રહેશે. 
શ્રાદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત રહેશે
ઉત્તરાખંડ સરકાર ચારધામ યાત્રા શરૂ કરવાની તૈયારીમાં છે. 8 જૂન બાદ સરકાર મર્યાદિત સંખ્યામાં ચારધામ યાત્રા શરૂ કરશે. શરૂઆતમાં માત્ર રાજ્યના લોકોને જ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે. બીજા તબક્કામાં બીજા રાજ્યો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ યાત્રા શરૂ કરવામાં આવશે. સરકાર આવું એટલા માટે કરી રહી છે કેમ કે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને ભીડ ભેગી ન થાય. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે,  બંને રાજ્યોની પરસ્પર સંમતિ બાદ જ બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવશે.
અત્યારે બીજા રાજ્યોના લોકોને મંજૂરી નથી
ચારધામ યાત્રાના પહેલાં તબક્કામાં બીજા રાજ્યોના શ્રદ્ધાળુઓને યાત્રાની મંજૂરી નથી. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે સરકાર આ પગલા લઈ રહી છે. બદ્રીનાથ ધામના કપાટ 15મેના રોજ ખોલવામાં આવ્યા હતા. અત્યારે બહુ ઓછા લોકો મંદિરમાં જોવા મળી રહ્યા છે. જ્યારે ગત વર્ષે કપાટ ખુલ્યા બાદ લગભગ 10,000 શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...