રેલવે / સરદારનું જીવન દર્શાવતી ટ્રેન રવિવારથી અમદાવાદથી ઉપડશે

The train depicting the life of Sardar will depart from Ahmedabad on Sunday

  • અમદાવાદ - દરભંગા જનસાધારણ એક્સપ્રેસમાં એલએચબી કોચની સાથે તમામ કોચ પર સરદાર પટેલના જીવન ચરિત્રને દર્શાવ્યું
  • રવિવારે અમદાવાદથી દરભંગા જનારી જનસાધારણ એક્સપ્રેસમાં એલએચબી કોચ જોડાશે

Divyabhaskar.com

Nov 03, 2019, 12:24 PM IST

ટ્રાવેલ ડેસ્ક. રેલવેએ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર એમ ચાર રાજ્યમાંથી પસાર થતી અમદાવાદ - દરભંગા જનસાધારણ એક્સપ્રેસમાં એલએચબી કોચ જોડવાની સાથે તમામ કોચ પર સરદાર પટેલના જીવન ચરિત્રને દર્શાવ્યું છે. અમદાવાદ ડિવિઝનના રેલવેના જણાવ્યા પ્રમાણે, રવિવારે અમદાવાદથી દરભંગા જનારી જનસાધારણ એક્સપ્રેસમાં એલએચબી કોચ જોડાશે. સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા રેલવેએ એલએચબી કોચની બહારની બાજુ સરદાર પટેલના જીવન ચરિત્ર, જીવનગાથા તેમજ દેશ માટે તેમણે આપેલા બલિદાનના ઇતિહાસને તસ્વીરો સ્વરૂપે દર્શાવાયું છે.

રવિવારથી નવજીવન ટ્રેનમાં LHB કોચ
પેસેન્જરો આરામદાયક મુસાફરી કરી શકે તે માટે રેલવે 3 નવેમ્બરથી અમદાવાદ - એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસમાં નવા આધુનિક એલએચબી કોચ જોડશે. ટ્રેનમાં એક ફર્સ્ટ એસી, એક સેકન્ડ એસી, 5 થર્ડ એસી, 10 સ્લીપર, એક પેન્ટ્રીકાર તથા બે જનરલ કોચ સહિત કુલ 22 કોચ રહેશે.

X
The train depicting the life of Sardar will depart from Ahmedabad on Sunday
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી