રાહત / તેજસ એક્સપ્રેસનું ભાડું વિમાન કરતા 50 ટકા સસ્તું હશે

The Tejas Express fare will be 50 percent cheaper than the aircraft

  •  દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસનું ભાડું ફિક્સ કરવાની છૂટ આપવામાં આવી છે
  • તેજસ એકસ્પ્રેસ ટ્રેનનું ભાડું સેમ રૂટ પર હવાઈ મુસાફરીની સરખામણી કરતાં 50 ટકા ઓછા હશે

Divyabhaskar.com

Aug 30, 2019, 03:54 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા સંચાલિત બે તેજસ એકસ્પ્રેસ ટ્રેનનું ભાડું સેમ રૂટ પર હવાઈ મુસાફરીની સરખામણી કરતાં 50 ટકા ઓછા હશે. IRCTC ભારતીય રેલવેની ટૂરિઝમ શાખા છે. ભારતીય રેલવે દ્વારા દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસનું ભાડું ફિક્સ કરવાની છૂટ આપવામાં આવી છે.

પીક સીઝન દરમિયાન ડાયનેમિક પ્રાઈસ હોવા છતાં ટિકિટની કિંમત ફ્લાઈટ કરતાં ઓછી હશે. ડાયનામિક ફેર પોલિસી હેઠળ તહેવારની સીઝનમાં પ્લેનના ભાડાં વધી જાય છે, ત્યારે તેજસનો ઈરાદો હવાઈ મુસાફરોને રેલવે તરફ આકર્ષિત કરવાનો છે. આઈઆરસીટીસી ઓક્ટોબર મહિનાથી દિલ્હીથી લખનઉની વચ્ચે પહેલી વખત તેજસ ટ્રેન શરૂ કરશે, જ્યારે બીજી ટ્રેન એક મહિના બાદ શરૂ થશે.

કોઈ પણ વર્ગને ટ્રેનમાં ભાડામાં છૂટ મળશે નહીં

તેજસ ટ્રેનમાં વીઆઈપી ક્વોટા હેઠળના સાંસદો, ધારાસભ્યો, રાજ્યોના મંત્રીઓ, લોકપ્રતિનિધિઓ, રેલવે અધિકારીઓ અને મીડિયાકર્મચારીઓને કમ્ફર્મ બર્થ નહીં આપવામાં આવે. ટ્રેનમાં કોઈ પણ વર્ગને ભાડામાં છૂટ નહીં મળે. આ ટ્રેનમાં 5-12 વર્ષના બાળકનું પણ આખું ભાડું થશે. રેલવે બોર્ડના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, ઈમરજન્સી કોટા હેઠળ પેસેન્જર ટ્રેન રાજધાની, શતાબ્દી, દૂંરતો, મેલ-એક્સપ્રેસ વગેરેમાં વેટિંગ ટિકિટની જગ્યાએ બર્થ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તેમાં સાંસદ, ધારાસભ્ય વગેરે સામેલ છે પરંતુ આઈઆરસીટીસીની મદદથી દોડતી દેશની પહેલી ખાનગી ટ્રેનમાં વીઆઈપી કોટા નથી. તેજસ પહેલી ટ્રેન હશે, જે આરએસી ટિકિટિ આપશે નહીં. વરિષ્ઠ નાગરિક, વિકલાંગ, બીમાર દર્દી, પુરસ્કાર વિજેતા જેવા લોકોને પણ ભાડામાં છૂટ આપવામાં આવશે નહીં. આ તમામ લોકોને અન્ય પેસેન્જરની જેમ જ ભાડું ચૂકવવાનું રહેશે. તેજસમાં સામાન્ય પેસેન્જર ટ્રેનના ઘણા નિયમો લાગુ કરવામાં નહીં આવે.


X
The Tejas Express fare will be 50 percent cheaper than the aircraft
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી