સુરજકુંડ મેળો 2020 / સુરજકુંડ મેળાની શરૂઆત થઈ ગઈ છે, આ મેળો 17 ફેબ્રુઆરી સુધી ચાલશે

The Surajkund mela has begun, the fair will run till February 17

  • આ વખતે સુરજકુંડ મેળાની થીમ મહારાષ્ટ્ર રાજ્ય છે
  • મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ, કલાકૃતિઓ, હસ્તકલા અને હાથવણાટની વસ્તુઓ જોવા મળી રહી છે
  • સોમવારથી શુક્રવારની વચ્ચે મેળામાં જાવ છો તો તમારે 120 રૂપિયાની ટિકિટ લેવી પડશે

Divyabhaskar.com

Feb 05, 2020, 06:16 PM IST

ટ્રાવેલ ડેસ્ક. સુરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળો દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેમસ છે સુરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળાની શરૂઆત 1 ફેબ્રુઆરીથી થઈ ગઈ છે. આ મેળો 17 ફેબ્રુઆરી સુધી ચાલશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશ-વિદેશથી આવેલ કલાકારોએ રંગારંગ કાર્યક્રમો રજૂ કરીને મેળાની સુંદરતા વધારી દીધી હતી. મેળામાં પંજાબી, હરિયાણાની લોક સંસ્કૃતિ પણ જોવા મળી રહી છે. તે ઉપરાંત ઉઝબેકિસ્તાન, નાઇજિરીયા, નમિબીઆ, મેડાગાસ્કર, માલાવીથી આવેલા કલાકારોએ પણ તેમના દેશની ઝલક રજૂ કરી હતી.

સુરજકુંડ મેળાની થીમઃ
દર વર્ષે સુરજકુંડ મેળાની થીમ અલગ અલગ હોય છે. આ વખતે સુરજકુંડ મેળાની થીમ મહારાષ્ટ્ર રાજ્ય છે. મેળામાં મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ, કલાકૃતિઓ, હસ્તકલા અને હાથવણાટની વસ્તુઓ જોવા મળી રહી છે. તે ઉપરાંત મહારાષ્ટ્રની લોક કળાઓ અને સંસ્કૃતિની પણ ઝલક જોવા મળી રહી છે.


સુરજકુંડ મેળાની ટિકિટઃ
સુરજકુંજ મેળાની એન્ટ્રી માટે તમારે પૈસા ચૂકવવા પડે છે. જો તમે સોમવારથી શુક્રવારની વચ્ચે મેળામાં જાવ છો તો તમારે 120 રૂપિયાની ટિકિટ લેવી પડશે. પરંતુ જો તમે શનિવાર, રવિવારે મેળામાં જવાનું પસંદ કરો છો, તો તમારે 180 રૂપિયાની ટિકિટ લેવી પડશે. ઓનલાઈ દ્વારા પણ તમે મેળાની ટિકિટ બુક કરાવી શકો છો. મેળાની ટિકિટ બુક કરાવવા માટે તમારે www.bookmyshow.com પર જવાનું રહેશે. જો તમને મેળાના ફ્રી પાસ જોઈતા હોય તો http://www.harayanatourism.com/ પર જઈને મેળાના વિભાગ કાર્યલય સાથે તે અંગે વાત કરી શકો છો.


સુરજકુંડ મેળાનો સમયઃ
સુરજકુંડ મેળામાં તમે સવારે 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યાની વચ્ચે કોઈ પણ સમયે જઈ શકો છો. મેળો દિલ્હી અને નોઈડાની નજીક ફરીદાબાદમાં યોજાય છે.

સુરજકુંડ મેળામાં આ વખતે શું છે ખાસઃ
સુરજકુંડ મેળામાં તમે લોક કળાઓ અને સંસ્કૃતિઓનો આનંદ માણી શકશો, પરંતુ તે ઉપરાંત અહીં તમે હાથબનાવટની વસ્તુ, માટીમાંથી બનાવવામાં આવેલ વસ્તુ અને હેન્ડલૂમનો એવો ઘણો સામાન જે તમને બજારમાં ભાગ્યેજ જોવા મળે છે.

તમે તેને અહીંથી ખૂબ જ વાજબી ભાવે લઈ શકો છો. તે ઉપરાંત તમે અહીં ઘણા પ્રકારની ચાટ, પકોડા અને વાનગીઓનો સ્વાદ માણી શકો છો. સાથે કળા, લોક ગીતો અને લોક નૃત્યોનો પણ આનંદ ઉઠાવી શકો છો.

X
The Surajkund mela has begun, the fair will run till February 17
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી