તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુલાકાતીઓ માટે 5 ફેબ્રુઆરીથી મુગલ ગાર્ડન ખુલ્લુ મૂકવામાં આવશે, સોમવારે બંધ રહેશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી આ ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવશે
  • આ ગાર્ડન સવારે 9.30 થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લુ રહશે
  • મુગલ ગાર્ડન જોવા માટે એડવાન્સ બુકિંગ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે

ટ્રાવેલ ડેસ્ક. રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ પડે એટલે દરેકના શ્વાસમાં એ ગાર્ડનમાં રહેલા અધધ ગુલાબના ફૂલોની સુગંધ ચોક્કસ મહેકી ઉઠે છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે મુગલ ગાર્ડન બુધવારે 5 ફેબ્રુઆરીએ પર્યટકો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગબેરંગી ગુલાબોમી ફૂલોની મહેક સાથે પર્યટકોના સ્વાગત માટે તૈયાર છે.

રાષ્ટ્રપતિ ગાર્ડનના અધિક્ષક પી.એન જોશીએ રવિવારે જાહેરાત કરી હતી. આ વખતે લગભગ 10,000ની સંખ્યામાં ટ્યૂલીપ, 138 પ્રકારના ગુલાબ અને 70 પ્રકારના અંદાજે 5000 મોસમી ફૂલોની મજા લેવા જેવી છે. તેના દુર્લભ અને આકર્ષક ગુલાબ માટે પ્રખ્યાત છે આ ગાર્ડનનું મુખ્ય આકર્ષણ આ વખતે ગ્રેસ ધ મોનાકો નામનું ગુલાબ ખાસ પ્રકારે લોકોને આકર્ષિત કરશે. આ ગુલાબના છોડને ગયા વર્ષે મોનાકોના રાજા એલ્બર્ટ દ્વિતીયએ અહીં રોપ્યું હતું. લાલથી લઈને પીળા, સફેદ, લીલા, વાદળી સહિત તમામ રંગોના ગુલાબ અહીં જોવા મળશે, જેની સુંગધથી આખુ ગાર્ડન મહેકી ઉઠે છે.

આ લોકોના નામ પર ફૂલોનું નામ
ઉપરાંત આ ગાર્ડનમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, મધર ટેરેસા, પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જોન કેનેડી, મહારાણી એલિઝાબેથ અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નામ પર વિવિધ પ્રકારના ગુલાબના નામ રાખવામાં આવ્યા છે. પ્રખ્યાત હસ્તીઓ ઉપરાંત અહીં ગુલાહોને ક્રિશ્ચિયન ડીયોર, અમેરિકન હેરિટેજ, ફર્સ્ટ પ્રાઈઝ, કિસ ઓફ ફાયર અને ડબલ ડિલાઈટ જેવા અનોખા નામ આપવામાં આવ્યા છે.

ગત વર્ષે 5 લાખ લોકોએ મુલાકાત લીધી હતી
અધિક્ષક પી.એન જોશીના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષે મુગલ ગાર્ડનમાં અંદાજે  5.18 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. મુલાકાતીઓની સંખ્યા વધારે હોય તો ક્યારેક સમસ્યા પણ થાય છે, જેમ કે, કેટલીકવાર બાળકો યોગ્ય સૂચનાઓનું પાલન નથી કરતા અને વિના ફૂલો તોડવા લાગે છે. 

સોમવારે બંધ રહેશે
મુલાકાતીઓ માટે 5 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી આ ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવશે. ગાર્ડનની મુલાકાત માટે કોઈ ફી નથી. સોમવાર સિવાય મંગળવારથી રવિવાર સુધી આ ગાર્ડનની મુલાકાત લઈ શકાય છે. આ ગાર્ડન સવારે 9.30 થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લુ રહશે. જો કે, ગાર્ડન ખાસ કરીને ખેડૂતો, દિવ્યાંગ લોકો, અર્ધ સૈનિક દળો , અને દિલ્હી પોલીસ કર્મચારીઓ માટે ખુલ્લો રહેશે. નવી દિલ્હીમાં નોર્થ એવેન્યૂ નજીક રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર-35માંથી મુગલ ગાર્ડન માટેની એન્ટ્રી છે. 

જો કે, ગત વર્ષથી પ્રથમ વખત મુગલ ગાર્ડન જોવા માટે એડવાન્સ બુકિંગ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. તે માટે રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ  https://rb.nic.in/rbvisit/rbvisit_mughal.aspx પર ક્લિક કરવાનું રહેશે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો