• Home
  • Lifestyle
  • Travel
  • The 'Majestic Tourist Train' equipped with state of the art facilities has been launched by IRCTC. 14,487

ટૂર પેકેજ / અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'મેજેસ્ટિક ટૂરિસ્ટ ટ્રેન' IRCTC દ્વારા શરૂ કરવામાં આવી, વ્યક્તિ દીઠ ભાડું રૂ. 14,487

The 'Majestic Tourist Train' equipped with state-of-the-art facilities has been launched by IRCTC. 14,487

Divyabhaskar.com

Jul 29, 2019, 06:20 PM IST

ટ્રાવેલ ડેસ્ક. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા તાજેતરમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'મેજેસ્ટિક ટૂરિસ્ટ ટ્રેન' શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત રેલવે ટૂરિઝમને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય રેલવે બે સ્પેશિયલ પેકેજ ઓફર કરી રહ્યું છે. આ પેકેજ હેઠળ આ ટ્રેન રાજસ્થાનમાં જોધપુર, મંડાવા, જયપુર, જેસલમેર જેવાં અન્ય સ્થળોની મુસાફરી કરાવશે. ટ્રેનમાં વ્યક્તિ દીઠ એક રાતનાં પેકેજની કિંમત 14,487 રૂપિયા છે.

ટ્રેનમાં 5 દિવસ અને 4 રાતનું પેકેજ છે. મેજેસ્ટિક રાજસ્થાન પેકેજની તારીખો આ વર્ષનાં 25 નવેમ્બર, 23 ડિસેમ્બર અને આવતા વર્ષની 20 જાન્યુઆરી, 17 ફેબ્રુઆરી, 23 માર્ચ અને 9 એપ્રિલની છે. 'મેજેસ્ટિક રાજસ્થાન વિથ તાજમહેલ'નાં ટૂર પેકેજની તારીખો આ વર્ષની 30 સ્પ્ટેમ્બર, 14 ઓક્ટોબર, 9 ડિસેમ્બર છે અને આવતા વર્ષની 6 જાન્યુઆરી, 3 ફેબ્રુઆરી અને 9 માર્ચની છે.

આ ટ્રેનમાં બે રેસ્ટોરાં, એક કિચન, મહેમાનો માટે સુરક્ષા લોકર, બાથરૂમ અને વોશરૂમમાં ઠંડું અને ગરમ પાણી અને સેકન્ડ એસી કોચમાં અલગથી બેસવાની સુવિધા છે. ફર્સ્ટ એસીમાં ચાર બંક બેડની સાથે ચાર શેરિંગ કમ્પાર્ટમેન્ટ છે. દરેક કમ્પાર્ટમેન્ટમાં પ્રાઈવસી માટે સ્લાઈડિંગ ડોર છે.

ફર્સ્ટ એસી કોચમાં એક બંક બેડની સાથે ડબલ શેરિંગ કમ્પાર્ટમેન્ટ છે. દરેક કમ્પાર્ટમેન્ટમાં પ્રાઈવસી માટે એક લોક કરી શકાય તેવું સ્લાઈડિંગ ડોર છે. સેકન્ડ એસી કોચમાં ફર્સ્ટ એસી કોચ જેવી સુવિધા છે. જો કે, કમ્પાર્ટમેન્ટમાં પ્રાઈવસી માટે સ્લાઈડિંગ ડોર નથી. દરેક સેકન્ડ એસી કોચમાં અલગથી બેસવાની જગ્યા છે.

આ ટ્રેન પેકેજમાં રહેવા અને જોવાલાયક સ્થળોની પ્રવેશ ફી પણ સામેલ છે. તે ઉપરાંત ભારતીય વાનગીઓની સાથે આંતરરાષ્ટ્રીય વાનગીઓ પીરસવામાં આવશે. ટ્રેનના બંને રેસ્ટોરાંમાં 64 લોકોને બેસવાની ક્ષમતા છે. સેકન્ડ એસી કોચમાં એક મિની-લાઈબ્રેરી છે. પેસેન્જરોના આરામ માટે ટ્રેનમાં ફૂટ મસાજરની સુવિધા પણ છે.

X
The 'Majestic Tourist Train' equipped with state-of-the-art facilities has been launched by IRCTC. 14,487
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી